આજે રાજુલા પ્રાંત દ્વારા પ્રધાનમંત્રીને કિસાન સંઘ દ્વારા અપાયું. આવેદનપત્ર જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માથે જીએસટી નહીં લાગે તેવી વાતો કરી ખેડૂતોને પડ્યા માટે પાટુ મારી ઠોકી બેસાડ્યું. જીએસટીથી રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ૭૦ વર્ષથી ખેડૂત સારા નબળા વર્ષો થતા ગરીબીમાં ધકેલાતો જાય છે અને પાક જણસો મોતના મોઢામાં રહી કપાસ, મગફળી કે અન્ય પાકો તૈયાર કરે છે ત્યારે જ્યારે તે ખરીફ પાકો વેચવાનો સમય આવે ત્યારે દરેક વસ્તુઓના ભાવો તળીયે વેપારીઓ દ્વારા કરી દેવામાં આવે છે. એટલે શોષણ પ્રક્રિયા શરૂ થાય છે અને કહેવાય છે કે, રાષ્ટ્ર માટે બે જ મહાન છે. જય જવાન-જય કિસાન, જવાનો પણ રાષ્ટ્ર માટે ખપી જાય છે અને જય કિસાન રાષ્ટ્ર માટે ઘણુ જજુમી ખેત પેદાશો ઉગાડે છે પણ તે કિસાનનો કાંડા કાપતી આ સરકાર માથે રાજ્યના તમામ ખેડૂતો દ્વારા કિસાન સંઘના લેટરપેડ પર પાંચ મુદ્દા લખી પ્રધાનમંત્રીને પહોંચાડ્યા છે અને જો આ જીએસટીનું તુત ખેડૂતો માથેથી નહીં હટે તો આવનાર ચૂંટણીમાં તેના જવાબો કિસાન સંઘથી જ મળશે. ખેડૂતો ઉપર ઠોકી બેસાડેલ જીએસટી હટાવોની જોરદાર માંગ સાથે જિલ્લા કિસાન સંઘ પ્રમુખ વિનુભાઈ દુધાત, મહામંત્રી બાબભાઈ વરૂ, રાજુલા તાલુકા પ્રમુખ વાલાભાઈ ધાખડા, પ્રદેશ ડેલીગેટ ધીરૂભાઈ ધાખડા વડલી, વીરાભાઈ ધાખડા, મંગળુભાઈ ધાખડા, જાફરાબાદ તાલુકા પ્રમુખ ભગવાનભાઈ, મંત્રી પ્રતાપભાઈ વરૂ, રોહીસાથી મહેન્દ્રભાઈ વાળા, વીજાણંદભાઈ વાઘેલા, ઉપપ્રમુખ સુરેશભાઈ અમરૂભાઈ વરૂ સહિત બહોળી સંખ્યામાં કિસાન સંઘ હોદ્દેદારો જોડાયા હતા.