ગુજરાત સ્ટેટ વાડોકાઈ કરાટે ચેમ્પિયન શીપમાં ગાંધીનગરની ટીમ ચેમ્પિયન

956
gandhi-4-1-2017-1.jpg

ઓલ ઈન્ડિયા વાડોકાઈ કરાટે-ડો એસોસીએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા વાડોકાઈ કરાટે-ડો અકેડમી, ગુજરાતનાં સહયોગથી ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન ૩૧મી ડિસેમ્બરનાં રોજ કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં રાજ્યનાં ૧૦ જિલ્લાઓમાંથી પ૬૧ ખેલાડી ઓએ ભાગ લીધો હતો. જુદી જુદી ઉંમર, વજન અને બેલ્ટને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલી આ સ્પર્ધામાં ગાંધીનગર ની ટીમ ૩૧ ગોલ્ડ મેડલ્સ સાથે પ્રથમ સ્થાને રહી હતી. જ્યારે આણંદની ટીમ રર ગોલ્ડ મેડલ્સ સાથે દ્વિતીય સ્થાને રહી હતી.
ગાંધીનગરનાં કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી કેમ્પસમાં યોજાયેલી આ સ્પર્ધાનાં સમાપન પ્રસંગે ભારત સરકારનાં ડાયરેક્ટર ઓફ સેન્સેસ તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી પી. કે. સોલંકી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. 
આ ઉપરાંત રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગરનાં પ્રમુખ બી. કે. ચાવડા, પૂર્વ પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા, પાર્થભાઈ ઠક્કર, વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ અંજારીયા, વૈદિક પરીવારના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધી,  લાયોનેસ ક્લબનાં સેક્રેટરી નીતાબહેન રાણા, પૂર્વ પ્રમુખ વૈશાલીબહેન જોષી સહિત લાયોનેસ ક્લબનાં અનેક પદાધિકારીઓએ પણ દિવસ દરમ્યાન અલગ અલગ સમયે ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને મેડલ્સ એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. 
આ સ્પર્ધા ઓલ ઈન્ડિયા વાડોકાઈ કરાટે-ડો એસોસી-એશનનાં વાઈસ ચેરમેન તથા ટેક્‌નિકલ ડાયરેક્ટર  અરવિંદ ભાઈ રાણાનાં માર્ગ દર્શનમાં યોજવામાં આવી હતી. જેમાં ટેક્‌નિકલ કમિટિનાં ચેરમેન તરીકે ગૌરાંગ રાણા અને સેક્રેટરી તરીકે શૈલેષ આહિરે સેવાઓ પ્રદાન કરી હતી. આ ઉપરાંત વિવિધ જિલ્લામાંથી ૭ર જેટલા તાલીમબદ્ધ નિષ્ણાતોએ ઓફિશીયલ્સ તરીકે પોતાની સેવાઓ પ્રદાન કરી હતી.
વિજેતા ખેલાડીઓની સાથે સાથે ગાંધીનગરની વિજેતા ટીમને પણ અતિથિ વિશેષ પી. કે. સોલંકી તથા અરવિંદભાઈ રાણા સહિત મંચસ્થ મહાનુભાવોએ ટ્રોફી એનાયત કરી હતી. વિજેતા થયેલી ગાંધીનગરની ટીમનાં જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ડિસ્ટ્રીક્ટ ડાયરેક્ટર ગૌરાંગ રાણા, જિગ્નેશ ત્રિવેદી, શૈલેષ આહિર, યોગેશ વિશ્વકર્મા, દર્શન સુથાર, સુરજ ત્રિપાઠી, હનુ પરમાર, કેતન ચૌધરી અને સુરેન્દ્રસિંહ વાઘેલાએ તાલીમ આપી હતી. વિજેતા ટીમને તથા તેમના પ્રશિક્ષકોને અરવિંદભાઈ રાણાએ અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleટ્રાફિક પોલીસ અને આરટીઓનો સપાટો ૬૦૦થી વધુના લાયસન્સ રદ
Next article પ્લાસ્ટિક ઝુંબેશ દરમિયાન વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત