ગુજરાતમાં પારો ૨-૩ ડિગ્રી સુધી વધવાના સંકેતો

606

ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટાભાગે વધારો થશે નહીં પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આનો મતલબ એ થયો કે એપ્રિલ મહિનામાં જોરદાર ગરમી પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. અલબત્ત, પંખા અને એસીનો ઉપયોગ પહેલાથી જ શરૂ થઈ ચુક્યો છે. આ બેવડી સિઝનમાં સાવચેતી વચ્ચે હાલ લોકો એસી અને પંખાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરી રહ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૩૭થી ૩૯ ડિગ્રી વચ્ચે પહોંચી ગયો છે. આજે વિવિધ ભાગોમાં પારો ૩૯થી પણ ઉપર પહોંચ્યો હતો. અમરેલીમાં ૩૯.૨, સુરેન્દ્રનગરમાં ૩૯.૩, મહુવામાં ૩૯.૬ ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સાથે કોર્પોરેશન દ્વારા જરૂરી પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૮ સુધી પહોંચે તેવી શક્યતા છે.  મિશ્ર સિઝન હોવાના કારણે બાળકો વધુ મુશ્કિલો અનુભવી રહ્યા છે.  ખાનગી હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગ્ી રહી છે. મોટી વયના લોકો પણ બિમારીના સંકજામાં આવી રહ્યા છે.  આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વધારે ગરમી પડી શકે છે. મિશ્ર સિઝનના પરિણામ સ્વરુપે નાના બાળકો વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. ધુળેટી પર્વ પર નાના બાળકો કલર અને પાણીથી હોળી અને ધુળેટી રમ્યા બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. તાવના કેસોમાં પણ વધારો થયો છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ પ્રકારની સિઝનમાં નિયમિતતાથી પીછેહઠ થવાની સ્થિતિમાં બિમાર થવાનો ખતરો રહેલો છે.

તહેવારોની સિઝનમાં બેદરકારીના કેસ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં તાવના કેસ પણ વધી ગયા છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહ્યું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ દેખાયા હતા. રવિવારનો દિવસ હોવાથી લોકો બપોરના ગાળામાં બિનજરૂરી બહાર નિકળ્યા ન હતા. ગરમીનું પ્રમાણ વધતા લોકો બચાવ માટે પણ પ્રયાસમાં છે.

 

Previous articleગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર યથાવત રીતે જારી
Next articleઆઝમગઢમાંથી અખિલેશ ચુંટણી લડવા માટે તૈયાર છે