કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. તેમણે ટિ્વટ કરીને જણાવ્યુ કે યુપીમાં ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે. પરંતુ આ ખેડૂતોને યોગી સરકાર પુરતા પ્રમાણમાં વળત આપતી નથી. યુપીમાં ખેડૂતોને સરકારે ૧૦ હજાર કરોડની ચૂકવણી કરી નથી. પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યુ કે, દેશનો ચોકીદાર માત્ર ધનવાનને ત્યા નોકરી કરે છે.
તેમને દેશના ગરીબની કોઈપણ પ્રકારની ચિંતા નથી. આ પહેલા પ્રિયંકા ગાંધીએ ગંગામાં બોટ યાત્રા દરમ્યાન બેરોજગારી, ગરીબી અને નોટબંધીનો મુદો ઉઠાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ હતુ કે, મોદી સરકારની નીતિના કારણ દેશમાં ખેડૂત, યુવા અને મહિલાઓ હેરાન પરેશાન છે. મોદી સરકારે ગરબી સાથે અન્યાય કર્યો છે. ત્યારે ફરીવાર પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી સતત ઉત્તર પ્રદેશમાં નાની-નાની સભાઓ કરી રહ્યા છે. તેઓએ થોડા દિવસો પહેલા વારાણસી અને અલાહાબાદમાં બોટ યાત્રા કરી હતી. મળતી જાણકારી મુજબ, હવે તેઓ ૨૬ માર્ચે અયોધ્યાનો પ્રવાસ કરશે. પ્રિયંકા હનુમાન ગઢીના દર્શન કરવા ઉપરાંત રોડ શો એન શેરી સભાઓ પણ કરી શકે છે. પ્રિયંકા ૨૭ માર્ચે બુલંદખંડ અને ૨૮ માર્ચે બારાબંકી જઈ શકે છે.
નોંધનીય છે કે, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ સાત ચરણમાં મતદાન થવાનું છે. પહેલા ચરણનું મતદાન ૧૧ એપ્રિલે, બીજા ચરણનું ૧૮ એપ્રિલે, ત્રીજા ચરણનું ૨૩ એપ્રિલે, ચોથા ચરણનું ૨૯ એપ્રિલે, પાંચમાં ચરણનું ૬ મે, છઠ્ઠા ચરણનું ૧૨ મે અને સાતમા ચરણનું મતદાન ૧૯ મેના રોજ થશે. પરિણામ ૨૩ મેના રોજ જાહેર થશે.