ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન જે.કે.સરવૈયા કોલેજનો વાર્ષિક ઉત્સવ ઉદગમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના અધયક્ષ ગ્રામ્ય વિદ્યા શાખાના ડીન, ડો. હસમુખ સુથાર ભાવનગર જિલ્લાના દહેજ પ્રતિબંધક અધિકારી કિશોરભાઈ કાતરિયા તથા કોલેજના ટ્રસ્ટી રવિન્દ્રસિંહ સરવૈયા ડાયરેકટર ચેતનસિંહ સરવૈયા ડીપાર્ટમેન્ટ હેડ ડો. નેહલભાઈ ત્રિવેદી કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ બીપીનભાઈ ચોધરી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલ સિધ્ધીઓઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયેલ અગિયાર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી.