બરવાળા મુકામે હાઈવે રોડ ઉપર આવેલ બાપાસીતારામ મઢી ખાતે મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે બળવંતસિંહ મોરી,પ્રતાપભાઈ બારડ,દીલુભા ઝાલા, નિરંજનભાઈ સોની સહિતના આગેવાનો,વેપારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બરવાળા ખાતે સાળંગપુર રોડ ઉપર આવેલ બાપા સીતારામ મઢી ખાતે તા.૨૪/૦૩/૨૦૧૯ ના રોજ સવારના ૮ઃ૦૦ વાગ્યાથી મારુતિયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મારુતિયજ્ઞ બરવાળા શહેરના સુખ, સમૃધ્ધિ, જનસુખાકારી, જનકલ્યાણ, વિશ્વ કલ્યાણ, સર્વજનહિતાય સર્વજન સુખાયના શુભ આશયથી આશ્રમ સેવકગણ તેમજ બરવાળા નગરજનો દ્વારા આ યજ્ઞનું આયોજન કરાવામાં આવ્યુ હતુ આ યજ્ઞમાં ૭ દંપતિઓ યજમાન પદે રહી હોમાત્મક યગ્નમાં જોડાયા હતા આ યગ્નમાં વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ યગ્નમાં આહુતિઓ આપવામાં આવી હતી.
આ મારુતિ યગ્નનું આયોજન તેમજ સફળ બનાવવા મહેન્દ્રભાઈ રાણપુરા, દિલિપભાઈ ભંભા,હસુભાઈ કણજરીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.