રાણપુર પાંજરાપોળમાં દર રવિવારે પશુઓની સેવા કરવા આવતું એકગૃપ

667

બોટાદ લીંબડા ચોક જીવદયા ગૃપ દ્વારા રાણપુર પાંજરાપોળમાં દર રવિવારે એક હજાર કરતા પણ વધુ અબોલ પશુઓને લીલી નિરણ ખવડાવવા રાણપુર આવે છે બોટાદ જીલ્લાના રાણપુર પાંજરાપોળની કે જ્યા એક હજાર કરતા પણ નિરાધાર અબોલ પશુઓ આશ્રય લે છે.રાણપુર પાંજરાપોળ ની પરીસ્થીતી અત્યંત દયનીય સ્થીતી માં છે દરોજ નો ચાલીસ હજાર નો ખર્ચ સામે કોઈ એવી ખાસ આવક નથી.એક હજાર પશુઓને સાચવવા મુશ્કેલ હતા ત્યારે બોટાદ લીંબડા ચોક જીવદયા ગૃપ ને આની જાણ થઈ અને આ ગૃપ દ્વારા નક્કી કરવામાં આવ્યુ કે રાણપુર પાંજરાપોળ ની પરીસ્થીતી ખરાબ  હોય આ ગૃપ ના સો કરતા વધુ સભ્યો દર રવિવારે રાણપુર પાંજરાપોળ માં વીસ હજાર ની લીલી નિણ લઈને આવે છે અને પોતાની હાથે જ તમામ અબોલ પશુઓને નિણ ખવડાવે છે અને આ ગૃપની સાથે રાણપુર જૈન સમાજના જીવદયા પ્રેમીઓ પણ આ કાર્યમાં સહભાગી બને છે.છેલ્લા એક વર્ષથી એક પણ રવિવાર ચુક્યા વગર આ લીંબડા ચોક જીવદયા ગૃપ દ્વારા દર રવિવારે ફરજીયાત વીસ હજાર રૂપિયા ની લીલી નિણ પશુઓને ખવડાવવાની સાથે માંદા પશુઓની સેવા પણ કરે છે.આ પ્રકારની સેવા જોઈ હાલ તો રાણપુર પાંજરાપોળ ટ્રસ્ટ ના સભ્યો અને રાણપુર ના લોકો આ ગૃપ ની અબોલ પશુઓ પ્રત્યેની લાગણી જોઈ સૌ કોઈ આ પ્રકારની કામગીરી ને બિરદાવી રહ્યા છે.

Previous articleબરવાળા સિતારામ મઢી ખાતે મારુતિ યજ્ઞ યોજાયો
Next articleવાંકિયા હનુમાનજીની જગ્યામાં પુણ્યતિથી મહોત્સવ ઉજવાયો