કુલપતિ ડો. ચાવડાનું વતન પચ્છેગામમાં સ્વાગત કરાયું

681

વલ્લભીપુર તાલુકાના પચ્છેગામના વતની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના કુલપતિ ડોક્ટર મહિપત સિંહ ચાવડાનો માદરે વતન પચ્છેગામ માં સન્માન સમારોહ યોજાયો

પચ્છેગામ ગામના વડીલો યુવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા ઢોલ શરણાઈ થી વાજતેગાજતે સામયુ  કરાયું  અને મુરલીધરજી મંદિરે જઈને મુરલીધર દાદા ના દર્શન કર્યા ત્યારબાદ પચ્છેગામ ના વડીલો યુવાનો દ્વારા સાલ અને ફૂલહારથી સન્માન કરવામા આવ્યુ  ત્યારબાદ ડોક્ટર ચાવડા સાહેબ એ યુવાનોને માર્ગદર્શન આપ્યુ અને વડીલોનો આદર-સત્કાર બદલ ભાવપૂર્વક ખુબ ખુબ આભાર માન્યો.

Previous articleસિહોરમાં પોષણ પખવાડિયાની ઉજવણી
Next articleનિર્દોષાનંદજી હોસ્પિટલમાં દાતાનું દ્રષ્ટીઓ દ્વારા સન્માન