દેશના અન્ય રાજ્યો ની તુલના એ ગુજરાત રાજ્ય મા દેવિપુજક સમાજ ને અનુસૂચિત જન જાતિ મા શા માટે સમાવિષ્ટ કરવામાં આવતો નથી ?તેવી રજૂઆત અને પ્રશ્ન સાથે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત સુપ્રીમ કોર્ટ ના નિવ્રૃત ન્યાયાધીશ જી.રોહિણી ના વડપણ હેઠળ કેન્દ્રીય પંચ ના જી.રોહિણી સહિત પાંચ સભ્યો ને ગુજરાત રાજ્ય વિરાટ દેવિપુજક સંઘ ના દેવિપુજક આગેવાનો મળ્યા હતા.
ગુજરાત મા દેવિપુજક સમાજ ને ઓ.બી.સી વર્ગમાં ભારોભાર અન્યાય થતો હોવાની બુમ વારંવાર સંભળાય છે ત્યારે વિરાટ દેવિપુજક સંઘ ના પ્રમુખ રૂપસંગભાઈ ભરભીડિયા, સુરેશભાઈ વાઘેલા, નરોત્તમ ભાઈ વાઘેલા ,રમેશભાઈ ભંકોડિયા સહિતના આગેવાનો એ દિલ્હી ખાતે રોહિણી કમીશન ના અધ્યક્ષ જી.રોહિણી સહિત પંચ ના પાંચ સભ્યોને ને મળી દેશના અન્ય રાજ્યોની સરખામણી મા ગુજરાત થતાં અન્યાય સંદર્ભે વિગતો રજુ કરી ને ગુજરાત રાજ્યના દેવિપુજક સમાજ જીવન નો અભ્યાસ રજુ કરતો ૫૫ પાના નો અહેવાલ રજુ કર્યો હતો. વિરાટ દેવિપુજક સંઘ દ્વારા રાજ્ય ના ૩૩ જિલ્લા ને આવરી લેતા અભ્યાસ પુર્ણ અહેવાલ ની વિગતો અને દેવિપુજક સમાજ ની વાસ્તવિકતા ની વિગતો થી રોહિણી કમીશન ના અધ્યક્ષ ચોંકી ઉઠ્યાં હતા તથા દેવિપુજક આગેવાનો ની રજૂઆત ઓ.બી.સી વિભાજન મા અતિ પછાત એ કેટેગરીમાં સમિવિષ્ટ કરવાની ખાતરી ઉચ્ચારી હતી.દેવિપુજક આગેવાનો મા જી.રોહિણી ની ખાતરી અને વિશ્વાસ થી ઉપસ્થિત આગેવાનો મા હર્ષ ની લાગણી છવાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓ.બી.સી વર્ગ પૈકી ની જ્ઞાતિ ઓને સમાન લાભો ઉપલબ્ધ થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા રોહિણી કમીશન ની રચના કરવામાં આવી હતી તથા આ કમીશન ૩૧ મે ૨૦૧૯ બાદ ખાનગી એજન્સી ઓ ના સર્વે પુર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર ને પોતાનો અહેવાલ સુપ્રત કરશે.