ટેક્નોલોજી ના ખરા અર્થ માં લાભ અને ફાયદા આપણા દેશ નાં લોકો સુધી પહોંચે અને આપણા દેશ નાં લોકો ની તમામ પ્રકારની રોજિંદી જરૂરત સરળતા થી પ્રાપ્ત થઈ શકે તેવું આપણું પોતાનું સર્ચ એન્જિન જેનું આજે યશવંતરાય ખાતે લોન્ચીંગ કરાયું હતું.ે
જેમાં કોન્ટેક ડિરેક્ટરી, કડિયા, સુતાર, પ્લંબર, વાયરમેન, ટાયર પંચર થી લઈને કામવાળા બહેન અને સફાઈ કામદાર સુધીની તમામ માહિતી ઉપરાંત એજ્યુકેશન, સ્કુલ, કોલેજ, ટ્યુશન ક્લાસ, લગ્નિષયક ગોરમહારાજ, વાડી, કેટરિંગ, મંડપસર્વિસ, પ્રિન્ટિંગ પ્રેસ, ટુર ટ્રાવેલ્સ, બ્યુટી પાર્લર. ડોકટર, હોસ્પિટલ, લેબોરેટરી અને રક્તદાતા પણ આંગળી ના ટેરવા પર. બિલ્ડર, એન્જિનિયર, આર્કિટેક, દલાલ, ફ્લેટ, ટેનામેંટ, જ્વેલરી, બેંક, એટીએમ, સરકારી ઓફીસ, કોર્પોરેટર સહિત ટ્રસ્ટ અને સંસ્થાઓ. શાક માર્કેટ અને કરિયાણા થી લઈને કપડાં સહિત કોઈ પણ વસ્તુ, દુકાનો, શોરૂમ, રેસ્ટોરન્ટ, હોટલ અને કારખાના, ઉદ્યોગો સહિત ની તમામ માહિતી. જોબ પ્લસમેન્ટ અને સેલ ઓફર, આપ જે કાઈ ઇચ્છો તે મેળવવા માં આપની મદદ કરશે – ભોમિયો. સમાજ માટેના જરૂરી સમાચાર જેવા કે.. સંમેલન, કુળદેવી નો યજ્ઞ, વગેરે ધાર્મિક કે સામાજિક પ્રસંગો ની જાણ જે તે પરિવાર, જ્ઞાતિ સમાજ,સંસ્થા કે એસોસિએશન ના લોકો ને એસએમએસ દ્વારા આપવામાં આવશે. ખેડૂતો ને બિયારણ, જંતુ નાશક,માર્કેટિંગ યાર્ડ અને વેપારીઓ ની વિગત. વેપારીઓ અને એક્સપોર્ટર ને ખેડૂતો અને પાક,ખેત ઉત્પાદન ની માહિતી. દેશના તમામ લોકો ને ઈ – કોમર્સ નુ બી ટુ બી પ્લેટફોર્મ પૂરું પાડી ભારત ને આર્થિક સમૃદ્ધિ આપશે.