ઇન્ડિયન પ્રિમિયર લીગની રોમાંચક શરૂઆત થઇ ચુકી છે ત્યારે આ વખતે આઈપીએલમાં જમ્મુ કાશ્મીરના કુલગામના ઝડપી બોલર ૧૭ વર્ષીય રશિક સલામદાર ઉપર પણ તમામની નજર કેન્દ્રિત થઇ છે. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી તે મેદાનમાં ઉતરી રહ્યો છે. અલબત્ત પ્રથમ મેચમાં તેનો દેખાવ નબળો રહ્યો હતો. ૧૭ વર્ષીય ઝડપી બોલરે ચાર ઓવરમાં ૪૨ રન આપ્યા હતા અને કોઇ વિકેટ ઝડપી ન હતી પરંતુ તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આઈપીએલમાં રમનાર તે જમ્મુ કાશ્મીરનો બીજો ખેલાડી બન્યો છે. દાર મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ડેબ્યુ કરનાર સૌથી યુવા ખેલાડી છે. પરવેઝ રસુલ આઈપીએલમાં રમનાર જમ્મુ કાશ્મીરનો પ્રથમ ખેલાડી હતી. રસુલ આઈપીએલની બે ટીમોમાં રમી ચુક્યો છે જેમાં પુણે વોરિયર્સ અને સનરાઇઝ હૈદરાબાદનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના અન્ય એક ખેલાડી મંજુરદારની પણ પસંદગી કરવામાં આવી છે તે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી ગયા વર્ષે રમ્યો હતો પરંતુ તેની કોઇ મેચ માટે પસંદગી કરવામાં આવી ન હતી. ફુટબોલ ક્લબ રિયલ કાશ્મીર એફસી દ્વારા ટિ્વટ કરીને કહેવામાં આવ્યું છે કે, દારને અમે શુભકામના આપી રહ્યા છે. કુલગામના આ ઝડપી બોલર પાસેથી આઈપીએલમાં ખુબ સારા દેખાવની અપેક્ષા રહેલી છે. મુંબઈ તરફથી આગામી મેચોમાં તેનો દેખાવ કેવો રહે છે તેના ઉપર તમામની નજર રહેશે. રશિક સલામે પોતે ટીમમાં પસંદગી કરવામાં આવ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમવાને લઇને તે ગર્વ અનુભવ કરી રહ્યો છે. કારણ કે, આ ટીમમાં અનેક આંતરરાષ્ટ્રીય ધરખમ ખેલાડી છે.