લોકપ્રિય એસએસ રાજામૌલીની આગામી નિર્દેશન હેઠળની ફિલ્મ આરઆરઆરમાં હવે આલિયા ભટ્ટ બાદ સંજય દત્ત અને વરૂણ ધવનની પણ એન્ટ્રી કરવામાં આવી છે. અજય દેવગન પણ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જો કે આ તમામ કલાકારો નાની નાની ભૂમિકામાં કામ કરી રહ્યા છે.
રાજામૌલીની ફિલ્મમાં મુખ્ય રોલ દક્ષિણ ભારતના બે સુપરસ્ટાર રામચરણ તેજા અને જુનિયર એનટી રામારાવ અદા કરી રહ્યા છે. આ કાલ્પનિક ફિલ્મ છે. જે એક્શનથી ભરપુર ફિલ્મ છે. આ ફિલ્મ બે સ્વતંત્રતા સેનાની સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવનને રજૂ કરનાર છે. દેશને સ્વતંત્રતા મળતા પહેલા વર્ષ ૧૯૨૦ના દોરમાં આ બંનેના દિલ્હીના જીવનને દર્શાવવામાં આવ્યુ છે. ફિલ્મનુ શુટિંગ પૂણેમાં જારી છે. ફિલ્મ ૩૦મી જુલાઇ ૨૦૨૦ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે.
સૌથી પહેલા આલિયા ભટ્ટને લેવામાં આવી હોવાના હેવાલ મળ્યા હતા. બે હિરોની પિરિયડ ડ્રામાવાળી ફિલ્મ આરઆરઆર હવે એસએસ રાજામૌલી બનાવી રહ્યા છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ અદા કરી રહ્યા છે. ૧૪મી માર્ચના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટ કામ કરનાર છે.
૨૬મી માર્ચના દિવસે પોતાના જન્મદિવસની ઉજવણી કરનાર આલિયા ભટ્ટ ફિલ્મમાં સીતા નામની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મમાં હવે સંજય દત્ત અને વરૂણ ધવનને પણ લેવામાં આવ્યા છે. તેમના રોલના સંબંધમાં કોઇ માહિતી મળી નથી. જો કે આ તમામ કલાકારોની ભૂમિકા ટુંકી રહેનાર છે. રામચરણ અને જુનિયર એનટી રામારાવની ભૂમિકા અંગે વિગત મળી શકી નથી.