સેન્સેકસમાં ૩પ૬ પોઈન્ટનો ઘટાડો

499

શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૫૬ પોઇન્ટ ઘટીને ૩૭૮૦૯ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૩ પોઇન્ટ ઘટીને ૧૧૩૫૪ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૬૦ પોઇન્ટનો અથવા તો એક ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૧૬ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૭૧ પોઇન્ટ અથવા તો એક ટકા ઘટીને ૧૪૫૮૮ની સપાટીએ રહ્યો હતો. જેટ એરવેઝના શેરમાં આજે ૧૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. નરેશ ગોયેલ અને તેના પત્નિ અનિતા ગોયેલે રોકડ કટોકટીના અહેવાલ વચ્ચે આજે રાજીનામા આપી દીધા હતા. બોર્ડમાંથી રાજીનામુ આપવામાં આવ્યા બાદ જેટ એરવેઝના શેરમાં જોરદાર તેજી જામી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો રિયાલીટી અને પીએસયુ બેંકના શેરમાં જોરદાર તેજી રહી હતી. મૂડીરોકાણકારો આજે કારોબારને લઇને ખુબ સાવધાન રહ્યા હતા. હિરોમોટોના શેરમાં સતત ૯માં કારોબારી સેશનમાં ઘટાડો રહ્યો હતો. દિવસ દરમિયાન શેરની કિંમત બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. કંપનીના શેર કારોબારના અંતે એક ટકા ઘટીને બંધ રહ્યો હતો. ગયા સપ્તાહમાં બેન્ચમાર્ક ઈન્ડેક્ષ સાપ્તાહિક આધાર ઉપર ઉછાળા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ ૧૪૦ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકા તથા નિફ્ટી ૩૦ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. એફપીઆઈ મૂડી પ્રવાહ, માઈક્રો આર્થિક આંકડાઓ પણ બજારમાં તેજી લાવવામાં ભૂમિકા ભજવી શકે છે. ગુરૂવારના દિવસે માર્ચ સિરીઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટનો ગાળો પૂર્ણ થનાર છે. એપ્રિલ સિરિઝ માટે રોકાણકારો રોલઓવર માટે તૈયાર છે. નિફ્ટી ફ્યુચર શુક્રવારના દિવસે ૧૧૩૭૮ની સપાટીએ રહ્યો હતો. બે મહત્વપૂર્ણ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિના માટે ફિઝલ ડેફિસીટના ડેટા અને ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટના આંકડા જારી કરવામાં આવનાર છે. આઠ ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર કોલસા, ક્રુડ, નેચરલ ગેસ, રિફાઈનરી, ફર્ટિલાઈઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેકટ્રિસિટીને લઈને કોર સેકટરના આંકડા જારી કરવામાં આવનાર છે. જાન્યુઆરી મહિનામાં તેમાં વધારો ૧.૮ ટકા સુધીનો રહ્યો હતો. ક્રુડની કિંમતમાં ઘટાડો રહ્યો હતો. રિફાઈનરી પ્રોડક્ટ્‌સ અને ઈલેકટ્રિસિટીમાં ઘટાડો રહ્યો હતો. દેશના ચોથા ત્રિમાસિક ગાળાના વિદેશી દેવા અને વર્તમાન ખાતાકીય ડેટાના આંકડા પણ મહત્વપૂર્ણ છે. અમેરિકા અને ચીન વચ્ચેની ઉચ્ચસ્તરીય મંત્રણા પણ યોજાનાર છે. આ મંત્રણા ગુરૂવારના દિવસે થશે. બંને દેશો વેપાર સંબંધિત મતભેદોને દુર કરવા માટે આશાવાદી છે. વેપાર મંત્રણા ઉપર વૈશ્વિક બજારોની નજર કેન્દ્રિત થઈ છે. ક્રુડની કિંમતોની અસર પણ દેખાશે.

Previous articleચેન્નાઇ સુપર સતત બીજી મેચ જીતવા માટે ઇચ્છુક
Next articleજેટ એરવેઝ : નરેશ ગોયલે બોર્ડમાંથી રાજીનામુ આપ્યું