દેવા હેઠળ ડૂબેલા જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયેલ અને તેમના પત્નિ અનિતા ગોયેલે આજે બોર્ડમાંથી રાજીનામા આપી દીધા હતા. નરેશ ગોયેલે કંપનીના ચેરમેન પદેથી પણ રાજીનામુ આપી દીધું છે. આ પહેલા ગોયેલે પોતે રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી. નરેશ ગોયેલ જેટ એરવેઝના મુખ્ય પ્રમોટરો પૈકી એક છે. સંકટ વચ્ચે કર્મચારીઓને ભાવનાશીલ પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ કોઇપણ બલિદાન આપવા માટે તૈયાર છે. જેટે બોમ્બે સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં કહ્યું છે કે, એસબીઆઈના નેતૃત્વમાં જેટના કરદાતા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ મારફતે કંપનીમાં ૧૫૦૦ કરોડ રૂપિયા આપશે. જેટે એમ પણ કહ્યું છે કે, કરદાતાઓના નેતૃત્વમાં એક વચગાળાના મેનેજમેન્ટ કમિટિની રચના કરવામાં આવી ચુકી છે. જે કંપનીના દરરોજના કામકાજ અને કેસ ફ્લો ઉપર નજર રાખશે. જેટ એરવેઝના કરદાતાઓએ કંપનીના અંકુશને હાથમાં લઇ લીધા બાદ આને લઇને ચર્ચા ચાલી રહી છે. ૧.૧૪ કરોડ શેર જારી કરવામાં આવ્યા છે. કરદાતા કંપની માટે એક નવી વ્યૂહાત્મક પાર્ટનર શોધી કાઢવા માટે તૈયારી કરવામાં આવી છે. મામલા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, કરદાતાઓની પાસે હવે જેટના અડધાથી પણ વધારે શેર રહેશે જ્યારે ગોયેલની હિસ્સેદારી ૫૦.૧ની અડધી થશે. લાંબા સમયથી જેટ એરવેઝ નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યા છે. જે કંપનીઓ પાસેથી વિમાન લેવામાં આવ્યા છે તેમના ભાડા અટવાયેલા છે. કર્મચારીઓના પગાર પણ અટવાયેલા છે. નરેશ ગોયેલ દૂર થઇ ગયા બાદ જેટના લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે. જેટ એરવેઝને ઇમરજન્સી ફંડ મળે તેમ પણ માનવામાં આવે છે. જેટ એરવેઝ પર હાલમાં ૨૬ બેંકોનું દેવું છે. એરલાઈન્સ ઉપર ૮૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે.