પાલીતાણા મેઈન રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર ઠેેર ઠેર ખાડા પડ્યા છે. જેને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો હેરાન થઈ રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી રોડની આ સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી જેને કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેને કારણે પાલીતાણાની જનતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
પાલીતાણા રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. જેને કારણે પાલીતાણા આવતા લોકો તેમજ રાહદારીઓ તેમજ પાલીતાણામાં વસ્તુની ખરીદી અર્થે આવતા લોકોને મુશ્કેલી થઈ રહી છે.
આ રોડ શહેરની હોસ્પિટલો પણ આવેલી છે પરંતુ આ રોડને નવો બનાવવાનું આજદિન સુધી મુર્હુત જ આવ્યું નથી. બિસ્માર રોડના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે. જો તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલા ભરે અને આ રોડનું સમારકામ કરે તેવી પાલીતાણા જનતામાં લોકમાંગ ઉઠી છે.
આ રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. જેને કારણે અનેકવાર અકસ્માતના પણ બનાવો બનતા હોય છે તેમજ રોડ પર પડેલા ખાડાના કારણે રાહદારીઓનું કહેવું છે કે આ બિસ્માર રોડને કારણે બુજર્ગ લોકોને કમરના દુઃખાવા પણ થઈ જાય છે તો સરકાર પાસે પાલીતાણાની જનતાની એક જ માંગ છે કે સરકાર તેમજ પાલીતાણાના નેતાઓ પાલીતાણાની જનતાની સામે જુએ અને આ વર્ષો જુની સમસ્યાનો નિકાલ કરે તેવી લોકમાંગ ઉઠી છે.