ચાંદખેડા વોર્ડના ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

600

શહેરના ચાંદખેડા વોર્ડના ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ચાંદખેડાના વિસ્તારમાં રહેતા અને ભાજપ મહિલા મોરચામાં હોદ્દો ધરાવતી યુવતીએ બે દિવસ પહેલા પોતાના ઘરે મચ્છર મારવાની દવા ઓલઆઉટ પી લીધું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ચાંદખેડા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ થોડાં દિવસ પહેલા અડાલજમાં યોજાયેલા ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના સંમેલનમાં ઉત્તરપ્રદેશથી એક મહિલા ભાગ લેવા આવ્યા હતા. આ મહિલા યુવતીના ઘરે રોકાયા હતા અને મિત્રતા થઈ હતી. બંને વચ્ચે નંબરોની આપ-લે થઈ હતી. મહિલા ઉત્તરપ્રદેશ ગયા બાદ અવારનવાર યુવતીને ફોન કરતી હતી. અવારનવાર ફોન આવતા યુવતીએ ફોન કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી કંટાળી હેરાન પરેશાન થતાં તેણીએ આ પગલું ભર્યું હતું. ચાંદખેડા પોલીસે જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરી.

Previous articleરૂરલ પોલીસના લોકઅપના સંડાસની જાળી તોડી બે રાજસ્થાની ખુંખાર આરોપી ફરાર
Next articlePG મેડિકલમાં આર્થિક અનામતના અમલ સાથે મેરિટલિસ્ટ જાહેર થશે