હાથી સાઈકલ પર બેસે તો પંચર તો પડવાનું જ : સ્મૃતિ

618

ઉત્તર પ્રદેશના કાનપુરમાં જનસભા સંબોધતા કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ, સપા અને બસપા પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, જે હાથે વર્ષો સુધી દેશની તિજોરીને સાફ કરી નાખી તે હાથને દેશની તિજોરીની આસપાસ ફરકવા ન દેવો જોઈએ.યુપીમાં સપા અને બસપાએ ગઠબંધન કર્યુ છે. પરંતુ જે સાઈકલ પર સવાર છે તેઓ મેટ્રોના સપના જોઈ શકતા નથી. જ્યારે હાથી પર સવાર એરપોર્ટની સપના ન જોઈ શકે. જો હાથી સાઈકલ પર બેસે તો સાઈકલનું પંચર થવાનું નક્કી હોય છે.

આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, અમેઠીમાં રાહુલ ગાંધીની હાર નક્કી છે. જેથી તેઓ અમેઠીથી દૂર ભાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની હાર નક્કી છે. કેમ કે, આ વખતે રાહુલ ગાંધીનો હિસાબ અમેઠીની જનતા કરવાની છે.

 

Previous articleધાર્મિક મંદિરનું લોકશાહીના મંદીર માટે અનોખુ અભિયાનઃ મત માટે અપીલ
Next articleઇસરો ૧ એપ્રિલે એસિમૈટ સેટેલાઇટ લોન્ચ કરશે : દુશ્મન પર નજર રખાશે