નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક ચેરમેન નિલેશભાઈ રાવળના અધ્યક્ષ પદે મળેલ. આ બેઠક શાસનાધિકારી જે.એન. ત્રિવેદી અને અન્ય સભ્યો હાજર રહીને એજન્ડા પરના સાત તુમારો પૈકી એક તુમાર પૂર્ણતા માટે પરત મોકલી છ તુમારો સર્વાનુમતે પાસ કરી દેવાયા હતા. મળેલી આ બેઠકમાં તુમાર અંગેની વિગત જીણવટભરી રીતે જોતા દસેક હજાર જેવી રકમની ભુલ સભ્ય વર્ષાબા પરમારે પ્રિન્ટીંગ પ્રેસમાં કાઢતા તેમાં સુધારો કરી બેઠકમાં તેમની જાગૃતિભરી કામગીરીની કમિટીમાં પ્રસંશા થવા પામેલ. કમલેશ ઉલવાએ એક તુમારમાં પુરી વિગત ન હોવા છતા આવા તુમારને બહાલી કેમ દેવી તેવો મુદ્દો ઉભો કરતા આ તુમાર પરત થયેલ.
નગર પ્રાથમિકની પપ સ્કુલોના બાળકોને કિટ દેવા તેમાં મુકેલ રકમો મંજુર કરવા, કર્મચારીઓના કોર્ટ કેસો વગેરે ચર્ચા થયેલ. મળેલ આ બેઠકમાં જે એજન્સીઓ ભુલ કરે તેને બ્લેક લિસ્ટમાં ધકેલવા પણ માંગ ઉઠેલ. મળેલ બેઠકમાં સ્કુલોનો જુદો રદી થયેલ ભંગાર કાઢવા અને તે અંગે કોર્પોરેશન સાથે મસલત કરવા. મળેલી આ બેઠકમાં બકુલભાઈ, જશુભાઈ, નિર્મળસિંહ, સલીમભાઈ, દિધેભાઈ, રાજગુરૂભાઈ, જાગૃતિબેન રાવળ વિગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠક પુરી થયા પછી કોંગ્રેસના સભ્યોએ અગાઉ રજૂ થયેલ બાબત એજન્ડામાં પ્રશ્નોતરી લેવા માંગ ઉઠાવી હતી અને ઠીક-ઠીક લાંબી ચર્ચા કરેલ. જો કે ચેરમેને આ મુદ્દાનો અગાઉ જવાબ એવો કર્યો હતો કે એજન્ડામાં પ્રશ્નોત્તરી લેવી તેવી જોગવાઈ નથી હોય તો વિગત આપો તેવી કોંગ્રેસને સ્પષ્ટ જણાવી દીધા પછી પણ કોંગી સભ્યોએ આ સવાલ ઉભો કર્યો હતો. જો કે આ પ્રશ્ન માત્ર ચર્ચામાં રહ્યો હતો તેના માટે કોઈ ચોક્કસ નિર્ણય થવા પામ્યો નથી.
બેઠક પછી કોંગી સભ્યોએ પ્રશ્નો ઉકેલવાની દિશામાં કેટલાક પ્રશ્નો મુદ્દે સાથે બેસી ચર્ચાઓ કરી તેના નિકાલો કરવાની વાત કરી હત. શાસનાધિકારી ત્રિવેદીએ કાર્યક્રમો અંગે અને તેની પાછળ થનારી કાર્યવાહીઓ અંગે સભ્યોમાંથી જે તે કાર્ય માટે સભ્યોના સહકાર માટે બે બે સભ્યોની કમિટી બનાવ્યાની વિગતો નક્કી કરી હતી. જો કે આજની બેઠકમાં કોંગ્રેસના સભ્યોએ હળવી રજૂઆતો કરી હતી.