પીરછલ્લા શેરી-વોરાબજાર અને આંબાચોકમાંથી દબાણો હટાવ્યા

722
bhav4-1-2017-5.jpg

ભાવનગર શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફીક સમસ્યા વધતી જ જાય છે. જેમાં મુખ્યબજારો પીરછલ્લા, આંબાચોક સહિતના વિસ્તારોમાં દુકાનદારો દ્વારા સામાન રોડ પર મુકી ટ્રાફીકને અડચણરૂપ રખાય છે. જેની વારંવારની ફરિયાદોને ધ્યાને લઈ આજરોજ ટ્રાફીક શાખાના પીએસઆઈ સેંગલ તથા સ્ટાફના ૧પથી વધુ જવાનોએ પીરછલ્લા, વોરાબજાર અને આંબાચોક વિસ્તારમાં એકા-એક ધસી જઈ રાહદારીઓને અને પાર્કિંગને અડચણરૂપ લારી-ગલ્લા અને દુકાનની બહાર રખાયેલા સામાનને દુર કર્યા હતા. જેમાં ટ્રાફીક શાખાના પીએસઆઈ સેંગલ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, જેમાં કુલ ૧૭ લારી ગલ્લાવાળા અને ૭ દુકાનદારો વિરૂધ્ધને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીને રાહદારી તેમજ વાહન ચાલકોએ બિરદાવી હતી.

Previous article નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળેલી બેઠક
Next article બોરતળાવ પો.સ્ટે.ના બાઈક ચોરીનો આરોપી સખપર ગામેથી ઝડપાયો