જાફરાબાદના બાબરકોટ ગામે તાલુકા કક્ષાનો બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં મામલતદાર આર.એચ. સોરઠીયા, નાયબ મામલતદાર કુંબાવત, પુરવઠા અધિકારી જોશી તેમજ મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ તેમજ તાલુકા પંચાયત કચેરીના ઈન્ચાર્જ ટીડીઓ એન.પી. ત્રિવેદી, આઈઆરડી વિભાગના ટીડીઓ આર.એચ. તેરૈયા, તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, ટીડીઓ મકવાણા તેમજ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ હાજર રહી બાબરકોટ આજુબાજુના થઈ ૧૧ ગામોના અરજદારોની આવેલ અરજીઓ ૧૮પ૪નો સ્થળ પર જ નિકાસ સુખરૂપ કરાયો જેમાં પીજીવીસીએલ વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી, પશુપાલન પણ ઉપસ્થિત રહેલ તેમજ આ સેવા સેતુને સફળ બનાવવા પ્રાથમિક શાળાના આચાર્ય રાઠોડ વ્યવસ્થામાં સાથ અને સહકારમાં ગ્રામ પંચાયત કચેરીના પદાધિકારીઓએ ભારે જહેમત ઉઠાવેલ.