સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ,વરીયા પરિવાર દ્રારા રવિવાર ના રોજ વિના મૂલ્યે” સવૅરોગ નિદાન તથા મહા રક્તદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું કતારગામ વિસ્તારમાં આવેલ જે.કે.પી નગર સોસાયટી ની વાડી માં જેમાં પ્રજાપતિ સમાજ તેમજ અન્ય સમાજ ના ૧૦૦૦ થી વધુ લોકો એ સેવા માં આવેલા અલગ-અલગ વિભાગ ના ડોક્ટરો પાસે નીદાન કરાવ્યું હતું તેમજ ’લોક સમૅપણ રક્તદાન કેન્દ્ર’ ના સહયોગ થી સમાજના અને પરીવાર ના જાગૃત વ્યક્તિ ઓ દ્રારા રક્તદાન કરી સમાજ સેવા ની એક આગવી પહેલ શરું કરી હતી,આ કાર્યક્રમ માં વરીયા પરીવાર ના વડીલો,આગેવાનો, ઉદ્યોગપતિ,અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ માં વરીયા પરીવાર ની યુવા કમિટી એ ખુબજ જહેમત ઉઠાવીને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.