ચોરીના ગુનાનો ફરાર આરોપી ગે.કા. હથિયાર સાથે ઝડપાયો

1094

ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનાઓ દ્વારા અસર કારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ તા.૨૪/૦૩/૨૦૧૯ ના એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો. ઇન્સઆ. વી.આર.સોનારા  તથા પો.હેડ કોન્સ. નરવણસિહ ગોહિલ તથા સુભાષભાઇ ચાવડા, ગોવિંદભાઇ વંશ, ઇબ્રાહીમશા બાનવા, નરેન્દ્રભાઇ કછોટ,  વિજયભાઇ બોરખતરીયા, મુકેશભાઇ ટાંક તથા પો.કોન્સ. અભેસંગભાઇ ચૌહાણ તથા ડ્રા.પો.કોન્સ. ભુપતગીરી મેઘનાથી વિગેરે પોલીસ સ્ટાચફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નરવણસિહ ગોહિલ તથા સુભાષભાઇને મળેલ સયુકત બાતમી આધારે ભાવનગર તથા અમરેલી જિલ્લાના ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી સિકંદર ઉર્ફે બબુ કાળુભાઇ લુણાઇ, જાતે-ડફેર, ઉવ.૨૨ ધધો-મજુરી, રહે.પાણીકોઠા, તા.તાલાળા વાળાને જાવંત્રી ગામના બસ સ્ટેશન પાસેથી ગે.કા. લાયસન્સ કે પરવાના વગર એક દેશી જામગરી બંદૂક કિ.રૂ.૧૦૦૦/- ની સાથે પકડીપાડી તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવી અને તળાજા તથા ખાંભા પો.સ્ટે.ને ચોરીના ગુનાના કામે જાણ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

Previous articleદામનગરના જૈન શ્રેષ્ઠીની પ્રાર્થના સભામાં વિવિધ સંસ્થાની ઉપસ્થિતિ
Next articleઉચૈયા પ્રા.શાળામાં ધુળેટીની ઉજવણી