જવેલર્સ સર્કલ ધોબી સોસાયટી પાસે જુગાર રમતા પ ઝડપાયા

858

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસવસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન દરમ્યાન હે.કો. ભયપાલસિંહ ચુડાસમા બાતમીરાહે હકિકત મળેલ કે ઝવેલર્સ સર્કલ ઘોબી સોસાયટી  ચંદમસ્જીદ પાસે રોડ ઉપર જાહેરમાં અમુક ઇસમો જુગાર રમે છે. તેવી હકિકત આઘારે રેઇડ કરતા  ધર્મેન્દ્રસિંહ પથુભા ગોહિલ  રહે.સરીતા સો.સા.શેરી નં.૧૧ ભાવનગર, ગોપાલભાઇ ઉર્ફે લાલો રમેશભાઇ સોલંકી રહે.બોરતળાવ મફતનગર ભાવનગર, રાજદિપસિંહ હિતેન્દ્રસિંહ ગોહિલ રહે.આર.ટી.ઓ.રોડ પાછળ રાજ સોસા.ભગાભાઇ ના મકાનમાં ભાવનગર વાળા મળી આવતા તેઓ ની પાસેથી રોકડ રકમ રૂ. ૧૪,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨૪,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તમામ ઇસમો એ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ઘોરણસર અટકાયત કરી બોળતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી
Next articleઆશા વર્કસ બહેનોના પ્રશ્ને કલેકટર સમક્ષ રજુઆત કરાઈ