ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે, વલસાડ જીલ્લાના વાપી ટાઉન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં- ૨૨૮/૨૦૧૮ પ્રોહી. ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભરતસિંહ ચકુભા રાયજાદા ઉ.વ.૨૭ રહેવાસી હાલ-ફુલસર, કર્મચારીનગર, ભાવનગર મુળ-ખાટડી વાળાને ભાવનગર જીલ્લા જેલ સામેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા બાબાભાઇ આહીર, યોગેન્દ્રસિંહ ગોહીલ, જીતેન્દ્રસિંહ જાડેજા, સોહીલભાઇ ચોકીયા, નિતીનભાઇ ખટાણા, ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.