આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા ગ્રામ્ય વિસ્તાનરમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યામન પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા ભાદ્રોળ ઝાપા પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભો રહી પોતાની પાસેના મોબાઇલ ફોન વેચવાની કોશિષ કરી રહયો છે.જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા રાજુભાઇ જેરામભાઇ ચૈાહાણ ઉવ.૩૨ રહે. મહુવા વાણંદ શેરીવાળાને પકડી તેની પાસેના હોનર કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૬૦૦૦/- બાબતે પુછ પરછ કરતા મજકુર સંતોષ થાય તેવો ખુલાસો નહી કરતા અને આઘાર પુરાવા રજુ નહી કરતા સી.આર.પી.સી. ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ અને સી.આર.પી.સી. ૪૧(૧) ડી. મુજબ ઘોરણસર અટકાયત કરી વિશેષ પુછપરછ કરતા મજકુરે આજથી આશરે ચાર માસ પહેલા મહુવા નુતનનગરમાં આવેલ એક રહેણાક મકાન માંથી ચોરી કરેલાની કબુલાત આપતા જે બાબતે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ છે.