હજુ ત્રણ ચાર દિવસ પહેલા વલભીપુરના તોતણીયાળા ગામે તસ્રોએ સરકારી સ્કુલ અને પાર્થેશવર મહાદેવના મંદિરે ખાતર પાડેલ હતું. જેનો ઉકેલ હજુ નથી આવ્યો ત્યાં જ વલભીપુરમાં ચોરી થતાં અને જાગતાં પડ જેવા વીસ્તારમાં તસ્કરોએ કળા દેખાડતા પોલીસ તંત્ર સફાળુ જગ્યુંહ તું.
જાણવા મળતી વિગત મુજબ આજ રોજ વલભીપુરમાં રાંદલમાતાજીના મંદિરની સામે આવેલ અભિયોગ શોપિંગ સેન્ટરમાં ગત રાત્રીના સુમારે તસકરોએ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. આ શોપિંગમાં દુકાન ધરાવતા દુકાનદાર જાદવ વિજયભાઈ ભુપતભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં ગણતરીની મીનીટોમાં પોલીસ સ્ટાફ પહોંચી ગયેલ હતો અને નવા નિમણુંક થયેલ પીએસઆઈ મકવાણાએ આવી આ ઘટનાને ગંભીરતા પુર્વક લઈ સ્થળ તપાળ કરી આગળની કાર્યવાહી કરવા કડક સુચના આપેલ હતી અને આ તપાસ જલદીથી પુરી થશે તેવી બાહેધરી આપેલ હતી. વલભીપુરમાં આવેલ અભિયોગ સેન્૭રમાં ત્રણ દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરેલ છે. જેમાં કિશોરભાઈ મોરી, રણજીતસિંહ ગોહિલ, રાધિકા એન્ટરપ્રાઈઝ, વિજયભાઈ ભુપતભાઈ જાદવ, એલ.આઈ.સી. એજન્ટત થા સિતારામ ગ્રાફિકસ ધરાવતા દુકાનદારોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરેલ હતો.