ભાવનગર શહેરમાં દિવસે- દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. વિવિધ વિસ્તારોમાં અડીંગો જમાવીને બેઠેલા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો પણ કરે છે. જેમાં આજે જીલ્લા પંચાયત સામે બે ખુટીયાઓ રસ્તા વચ્ચે ઝઘડ્યા હતા અને રસ્તા વચ્ચે દોડા દોડ કરી મુકતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. તાજેતરમાં જ મહાપાલિકાના પુર્વ ડે. મેયર ગોવિંદભાઈ કુકડેજાનું ઢોરે અડફેટે લેતા મોત થયું હતું. અને આવા મોતના દાખલા અનેક બન્યા છે. છતા મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની નક્કર કામગીરી કરવામાં આવતી ન હોય- લોકોમાં રોષ ફેલાયો છે.