ભાવનગર ખાતે ધ. ગુજરાત રાજય કો.ઓ.કૃષિ અને ગર્મણી વિકાસ બેંક લી.ની ડોન ચોક શાખાના મેનેજર અને કાળીયાબીડ શીવ પાર્કમાં રહેતા કેતન મહેન્દ્રભાઈ જાદવ (ઉ.વ.૪૯) આજે રૂા. ૧૦ હજારની લાંચ લતેા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયેલ.
વીડીયો – ફોટોગ્રાફી કરવા સાથે ડીઝાઈનીંગ કામ કરતી પ્રોવેલ એડવર્ટાઈઝર્સ પેઢીના માલીકે ધ ગુજરાત રાજય કો.ઓ.કૃષિ અને ગર્મીણ વિકાસ બેંક લી. ડોન ચોક શાખા દ્વારા ખેડુતોના નામ અને લેણી નિકળતી રકમ સાથેની માહિતી દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાત સ્વરૂપે પ્રસિધ્ધ કરવા અપાયેલ આ જાહેરાતના ખર્ચના બીલની રકમ ચેક દ્વારા પેમેન્ટ કરવામાં આવેલ. આ બીલની રકમ ૧,પ૭,૮૧૦ની ૧૦ ટકા રકમ લમસમ ૧પ,૮૦૦ની બેંકના મેનેજર કેતન મહેન્દ્રભાઈ દવેએ લાંચની માંગણી કરેલ. જે પૈકી પ્રથમ હપતા પેટે રૂા. ૧૦ હજાર ફરિયાદી પાસે માંગતા ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ કરતા આજરોજ એસીબીએ છટકુ ગોઠવ્યું હતું અને ભાવનગર જિલ્લા પંચાયત સામે ટીસી ટાવર પાસે બોલાવતા જે રકમ સ્વિકારતાની સાથે જ એસીબીના સ્ટાફે મેનેજરને રંગે હાથ ઝડપી લીધો હતો આ અંગેના સમાચાર વાયુવેગે ફેલાતા બેંક કર્મચારીઓમાં ચકચર મચી જવા પામી હતી. એસીબી સ્ટાફે મેનેજર કેતન દવેની ધરપકડ કરી એસીબી કચેરીએ લઈ જઈ ગુનો દાખલ કર્યો હતો.
પીઆઈ બી.પી.ગાધેરના માર્ગદર્શન હેઠળ એસીબી જુનાગઢના મદદનીશ નિયામક બી.એલ. દેસાઈ સહિત સ્ટાફ કામગીરી બજાવેલ.