ઘોઘા ના મછીવાડા વિસ્તાર માં રહેતા લુકમાનભાઈ સીદીકભાઈ શેખ અને તેમના મિત્ર કૌશર ભાઈ તેજ વિસ્તાર માં આવેલ પાન-માવા ની દુકાને બેસલ ત્યારે મછીવાડા વિસ્તાર માં જ રહેતો દાઉદભાઈ કાદરભાઈ શેખ બંને સાથે બોલાચાલી કરવા લાગેલ અને પેન્ટ ના નેફામાંથી છરી કાઢી અને જપા જપી કરવા લગતા આ છરી લુકમાનભાઈ ને પેટના ડાબી બાજુ માં વાગી ગયેલ જયારે આરોપી નાસી ગયેલ ત્યાર બાદ લુકમાનભાઈને પ્રથમ ઘોઘા સી.એચ.સી ખાતે ત્યાર બાદ ૧૦૮ મારફતે ભાવનગર લઇ જવામાં આવ્યા હતાં. આજ રોજ ઘોઘા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ આર.એ.વાઢેર તથા સ્ટાફ એ દાઉદભાઈ ને ઝડપી લઇ આગળ તપાસ હાથ ધરી છે