બટલરને વિવાદીત રીતે આઉટ કરતા વૉર્ન-મૉર્ગનએ અશ્વિનની ઝાટકણી કાઢી

608

કિંગ્સ ઇલેવન પંજાબે સોમવારનાં રાત્રે રાજસ્થાન રૉયલ્સને આઈપીએલની પોતાની પહેલી મેચમાં વિવાદીત રીતે ૧૪ રને હરાવ્યું છે. રાજસ્થાન રૉયલ્સનાં ઑપનિંગ બેટ્‌સમેન જોસ બટલર ઇતિહાસમાં ‘માંકડિંગ’નો શિકાર થયો હોય તેવો પહેલો બેટ્‌સમેન બન્યો. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબનાં કેપ્ટન આર. અશ્વિને વિવાદીત રીતે તેને રન આઉટ કર્યો. આ સમયે બટલર ૪૩ બૉલમાં ૬૯ રને રમી રહ્યો હતો અને અશ્વિને ચેતવણી આપ્યા વગર તેને રન આઉટ કર્યો, જેના કારણે ખેલભાવના પર પ્રશ્નો ઉઠ્યા છે. રમતનાં નિયમો અનુસાર ત્રીજા એમ્પાયરે બટલરને આઉટ કર્યો. પરંતુ આવી વિકેટ ખેલભાવનાથી વિપરીત માનવામાં આવે છે. ત્યારબાદ બટલર અને અશ્વિન વચ્ચે થોડીક ચર્ચા પણ થઇ. બટલરનાં આઉટ થયા બાદ મેચનું પાસુ બદલાઈ ગયું હતુ.

મેચ બાદ આર. અશ્વિનને જ્યારે માંકડિંગ અને રમતભાવના વિશે ઉઠી રહેલા પ્રશ્નો પર પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, “મારી તરફથી આ ઘણું સહજ હતુ.

આ યોજના નહોતી અથવા આવુ કંઇપણ નહોતુ. આ રમતનાં નિયમોની અંદર છે.” તો શેન વૉર્ન અને ઇયોન મૉર્ગન એ લોકોમાં સામેલ છે જેમણ અશ્વિનની ઝાટકણી કાઢી છે. વૉર્ને ટિ્‌વટ કરીને લખ્યું કે, “કેપ્ટન અને એક વ્યક્તિ તરીકે અશ્વિને મને નિરાશ કર્યો.” મૉર્ગને ટિ્‌વટ કર્યું કે, “હું વિશ્વાસ નથી કરી શકતો કે હું શું જોઇ રહ્યો છુંપ.એક સમય આવશે, જ્યારે અશ્વિનને અફસોસ થશે.”

Previous articleતારા સુતરિયા નવી ફિલ્મમાં અહાન શેટ્ટીની સાથે ચમકશે
Next articleIPL : ‘માંકડિંગ’ નહિ, ધોની-કોહલીની બેઠકમાં થયું’તું નક્કી : શુક્લા