દિશા પટણીએ પિન્ક બિકિનીમાં શેયર કરેલ ફોટા

1363

અભિનેત્રી દિશા પટણી સોશિયલ મિડિયા પર તેના સેક્સી અને બોલ્ડ ફોટાઓ વારંવાર શેયર કરીને ચાહકોમાં ચર્ચામાં રહે છે. હવે દિશાએ વધુ નવા ફોટો બિકીનીમાં શેયર કર્યા છે.

જેને લઇને તેના પ્રેમી અને એક્શન સ્ટાર ટાઇગર શ્રોફે પ્રતિક્રિયા આપી છે. જ્યારે પણ બોલિવુડની હોટ અને બોલ્ડ સ્ટારની વાત કરવામાં આવે છે ત્યારે દિશાનુ નામ આવે છે. તે ફિટનેસને લઇને તો સાવધાન રહે છે. સાથે સાથે સોશિયલ મિડિયા પર પણ એક્ટિવ રહે છે.

સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ પર પોતાના હોટ અને બોલ્ડ ફોટો મુકતી રહે છે. હવે દિશાએ પિન્ક બિકીનીમાં નવા ફોટો શેયર કર્યા છે. જેને જોઇને ચાહકો ક્રેઝી થઇ ગયા છે. સાથે સાથે દિશાની બોલ્ડનેસની પ્રશંસા કરતા પણ ચુક્યા નથી. પ્રેમી ટાઇગરે પણ પ્રતિક્રિયા આપી છે.

ટાઇગરે બિકિનીવાળા ફોટો પર ખાસ લખ્યુ નથી પરંતુ સંકેત આપવાનો પ્રયાસ કર્યો છે કે તે ખુબ સેક્સી દેખાઇ રહી છે.

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરવામાં આવે તો દિશા હાલમાં ભારત અને મલંગ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. ભારત આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે. જ્યારે મલંગ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. ટાઇગરની પાસે પણ બે ફિલ્મ છે. જેમાં સ્ટુડન્ડ ઓફ ધ યર અને સિદ્ધાર્થ આનંદની ફિલ્મનો સમાવેશ થાય છે. ટાઇગર અને દિશા વચ્ચે મિત્રતા જાણીતી રહી છે.

ફિલ્મ સિવાય પર બન્ને સાથે નજરે પડી રહ્યા છે. દિશાએ હાલમાં વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે તે ટાઇગર સાથે દેખાય છે તો આના કારણે ફિલ્મ પર કોઇ અસર થશે નહી.

જાહેર કાર્યક્રમમાં ટાઇગર અને દિશા મોટા ભાગે એક સાથે નજરે પડે છે. તેમની વચ્ચે પ્રેમ સંબંધ હોવાના હેવાલ પણ વારંવાર આવતા રહ્યા છે. હવે નવા હેવાલ આવ્યા છે કે તેમની વચ્ચે જોરદાર પ્રેમ સંબંધ છે. બન્ને એકબીજાના પ્રેમમાં છે. બાગી-૨ ફિલ્મમાં તેમની જોડી સાથે પણ કામ કરી ચુકી છે.

Previous articleઘોઘામાં જુની અદાવતે યુવાન ઉપર હુમલો
Next articleઅર્જુન કપુર અને પરિણિતી પોતાની ફિલ્મને લઇને ખુશ