ફુટબોલના કરોડો ચાહકો માટે ખુબ રોમાંચની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, હાલમાં યુરો ક્વાલીફાઇ તબક્કાની મેચો ચાલી રહી છે જેના ભાગરુપે હવે અર્મેનિયા અને ફિનલેન્ડ વચ્ચે જંગ ખેલાશે જ્યારે સ્પેન અને માલ્ટા પણ આમને સામને ટકરાશે. ઇટાલી પણ રમનાર છે જ્યારે બ્રાઝિલ અને ચેકગણરાજ્ય વચ્ચે સૌથી રોમાંચક મેચ રમાનાર છે. આ તમામ મેચોની જીવંત પ્રસારણ ટેનસ્પોટ્ર્સ પરથી કરવામાં આવી રહ્યું છે. યુરો ક્વોલિફાઇંગ મેચમાં જર્મનીએ તેના નજીકના હરીફ નેધરલેન્ડ ઉપર ૩-૨થી જીત મેળવી હતી. યુરો ક્વોલિફાયર્સની મેચોની વાત કરવામાં આવે તો જર્મનીએ છેલ્લી ઘડીએ ગોલ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. જર્મનીના ડિફેન્ડર નિકો સુલ્ઝેએ છેલ્લી ઘડીએ ગોલ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. નિકો સુઝે ૯૦મી મિનિટમાં ગોલ ફટકારી પોતાની ટીમને જીત અપાવી તી. યુરોપિયન ચેમ્પિયનશીપ ક્વાલીફાઈંગ રાઉન્ડમાં નેધરલેન્ડ ઉપર એક મિનિટ બાકી હતી ત્યારે ૩-૨થી જીત મેળવી લીધી હતી. જર્મની તરફથી લેરોય અને સર્ગે તરફથી પ્રથમ હાફમાં ગોલ કરવામાં આવ્યો હતો. મેચ જીતી લીધા બાદ જર્મનીના કોચ લોઉએ કહ્યું હતું કે, ટીમના પ્રયાસોથી તેઓ ખુશ છે પરંતુ જર્મનીની ટીમ હજુ પણ વધુ સારો દેખાવ કરી શકે છે. ગ્રુપ સીની અન્ય મેચમાં નોર્ધન આયર્લેન્ડે બેલારુસ ઉપર ૨-૧થી જીત મેળવી હતી. હંગેરીએ ક્રોએશિયા ઉપર ૨-૧થી જીત મેળવી હતી. વાલ્સે સ્લોવેકિયા ઉપર જીત મેળવી હતી. ગ્રુપ જીની મેચમાં પોલેન્ડે પણ જીત મેળવી હતી. કઝાકિસ્તાન અને રશિયા વચ્ચેની મેચ પણ ખુબ રોમાંચક બની હતી. જો કે, આમા રશિયાએ ૪-૦થી જીત મેળવી હતી. હવે આવતીકાલે રમાનારી મેચ વધુ રોચમાંક બનનાર છે. જો કે, કરોડો ફુટબોલ પ્રેમીઓની નજર બ્રાઝિલ અને ચેકગણરાજ્ય વચ્ચે આજે રમાનારી મેચ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે જેનું પ્રસારણ મોડીરાત્રે ૧.૧૫ વાગે કરવામાં આવનાર છે.