૫ વર્ષમાં ગડકરીની વાર્ષિક આવક૧૪૦ ટકા વધી ગઇ

447

કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીની વાર્ષિક આવક પાંચ વર્ષના ગાળામાં ૧૪૦ ટકા સુધી વધી ગઇ છે. નાગપુરમાંથી ભાજપના ઉમેદવાર નિતિન ગડકરીએ સોમવારના દિવસે તેમની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યા બાદ ૨૦૧૭-૧૮માં તેમની વાર્ષિક આવક ૬.૪ લાખ રૂપિયા રહી હતી. પાંચ વર્ષ પહેલા (૨૦૧૩-૧૪) ગડકરીની વાર્ષિક આવક ૨.૭ લાખ રૂપિયા હતી. સૌથી મોટો ઉછાળો તેમની સંપત્તિમાં વર્ષ ૨૦૧૪-૧૫માં આવ્યો હતો. એ વખતે તેમની આવક વધીને છ લાખ રૂપિયા થઇ ગઇ હતી. ત્યારબાદથી તેમની આવક લગભગ સ્થિર રહી છે. તેમના પત્નિની આવકમાં આશરે ૧૦ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં તેમની આવક ૪.૬ લાખ રૂપિયા હતી. જે વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૪૦ લાખ રૂપિયા થઇ ગઇ છે. પહેલી વખત ઉમેદવારોને છેલ્લા પાંચ વર્ષમાં આઇટી રિટર્નમાં ઘોષિત આવકની વિગત આપવા માટે કહેવામાં આવ્યુ છે. ગડકરીની કુલ સંપત્તિ આશરે ૬.૯ કરોડની આસપાસની છે. જેમાં ૧.૯૬ કરોડ રૂપિયાની પૈતૃક સંપત્તિ પણ સામેલ છે. ગડકરીની પત્નિની પાસે હવે ૭.૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે. વર્ષ ૨૦૧૪ની તુલનામાં તેમની સંપત્તિમાં ૧૨૭ ટકા સુધીનો વધારો થયો છે. ગડકરીની પાસે વર્લીમાં એક  ફ્લેટ છે.  વર્ષ ૨૦૧૪માં તેની કિંમત ૩.૭૮ કરોડ રૂપિયા હતી જે હવે ૪.૨૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે. તેમની પાસે ૨૨ લાખ રૂપિયાની જ્વેલરી પણ છે. ગડકરીનીપાસે એક એમ્બેસેડર કાર છે. જેની કિંમત ૧૦ જાર રૂપિયા દર્શાવવામાં આવી છે. જ્યારે ૨૦ લાખ રૂપિયાની એક હોન્ડા કાર પણ છે.  તેઓએ ૧૪.૨ લાખ રૂપિયા કારોબારમાં પણ લગાવી દીધા છે. તેમની પર્સનલ લોન ૨૦૧૪માં ૧.૩ કરોડ રૂપિયાથી વધીને ૧.૫૭ કરોડ સુધી પહોંચી ગઇ છે.

Previous articleશત્રુઘ્ન કોઇપણ સમયે હવે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થશે
Next articleજેટ એરવેઝ કંપનીને દેવાથી બચાવી લેવા માલ્યાનું સૂચન