જુની બાર પટોળી ગામે ખનીજ ચોરી કરતા પાંચ વાહનો ઝપ્ત

961
guj4-1-2017-5.jpg

કાગવદર પાસેથી જુની બારપટોળીમાં ચાલતુ ખનીજ ચોરીનું જબરજસ્ત કોભાંડને પ્રાંત અધિકારીએ પકડી પાડેલ જેની શાહી પણ સુકાઈ નથી ત્યાં ફરી પાછો એલ સીબીની રેડ કરતા ૧ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી નાગેઘશ્રી પોલીસ મથકે લઈ જવાઈ બારપટોળી ગામે ચાલતુ કરોડોની ખનીજ સંપત્તીનું કૌભાંડ ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા રેડ કરી પકડી પાડેલ જેની હજી શાહી પણ સુકાઈ નથી ત્યાં બાર પટોળી ગામે તળાવ ઉંડુ ઉતારવી ગ્રામ પંચાયતને તેમજ આજુબાજુના ૩ ગામોને લાભ મળે તે માટે ૧૫૦ ગ્રામવાસીઓની સહીઓ અને બધાય રૂબરૂ પ્રથમ ડેપ્યુટી કલેકટર ડાભી પાસે ગયેલ પણ તેણે કહેલ કે આ તળાવ ઉંડુ ઉતરે તો ૩ ગામને લાભ મળે પાણીનો પણ તે લીંગલી કરવુ પડે અને ફોરટેક નવો બનતા રોડના કોન્ટ્રાકટરને કાયદેસર સરકારને લીઝ ભરવી પડે અને તેની પ્રતિક્રિયા કરવી અને ગામ તળમાં તળાવને લેવુ પછી જ તમારો પ્રશ્ન હલ થઈ શકે ત્યારે ૧૫૦ ગ્રામજનો જીલ્લા કલેકટર પાસે ગયેલ ત્યાં પણ તેવા જ જવાબ મળેલ પણ રોડના કોન્ટ્રાકટરોએ ફરી પાછુ આ તળાવમાંથી માટી ઉપાડવાનું શરૂ કરતા જ આ વખતે એલ.સી.બી. દ્વારા રેડ કરતા પાંચ વાહનોને પકડી પાડી નાગેશ્રી પોલીસ મથકે મોટી માટી ભરેલા પાંચ ડમ્પરો લાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે રાજુલાથી નિકળતી આ નવો રોડ માટે તેના કોન્ટ્રાકટર દ્વારા ગામો ગામ માટી ખનીજ ચોરીના કૌભાંડની હારમાળા થાય એમ છે જો તંત્ર ધ્યાન આપે તો આ બાબતે રોડ કોન્ટ્રાકટરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Previous article ટીંબી ગામે મેઈનબજારમાં નવા રોડનું ધારાસભ્ય અંબરીશભાઈ દ્વારા ખાતમુર્હુત
Next article રાજુલામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ