ટ્રેનમાં મુસાફરી શરૂ કરવાના રેલવે સ્ટેશનના બદલે જો કોઈ મુસાફરને અન્ય કોઈ રેલવે સ્ટેશનથી મુસાફરી કરવી હશે તો તે માટે ર્બોડિંગમાં સ્થળ બદલવાની કાર્યવાહી મુસાફરે કરવી પડે છે.
હાલમાં ર્બોડિંગનું સ્થળ બદલવાહીની કાર્યવાહી ટ્રેન ઉપડવાના ૨૪ કલાક પહેલાં કરવાનો નિયમ લાગુ થયેલો છે, પરંતુ પહેલી મેથી હવે કોઈપણ મુસાફરે તેનું ર્બોડિંગ સ્થળ બદલવું હશે તો માત્ર ચાર કલાકના ટૂંકાગાળા પહેલાં પણ બદલી શકશે આ નિયમ પહેલી મેથી લાગુ પડશે. જેથી ચાર કલાક પહેલાં એટલે કે ચાર્ટ બનતાં પહેલાં જ ફેરફાર થયેલી વિગત ચાર્ટમાં સમાવિષ્ટ થઈ જશે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ રેલવે સ્ટેશન અને હાપા વચ્ચે ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ રૂટ પરથી આવતી જતી ૨૬ જેટલી ટ્રેનો ૩૧ માર્ચ સુધી રદ કરાઈ છે. જયારે કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે. જેના કારણે અગાઉથી ટિકિટ બુક કરાવી હોય તેવા અનેક મુસાફરો રઝળી પડયા છે.
અમદાવાદ ડિવિઝનના એવરેજ ૧૮ હજાર જેટલા મુસાફરો ટિકિટનાં રિફન્ડ મેળવી રહ્યા છે. ૩૧ માર્ચ સુધીમાં કુલ ૬૯ તેટલી ટ્રેનોનાં શેડ્યૂલ ખોરવાયાં છે. ટ્રેનો રદ થતાં ટિકિટો કેન્સલ કરાવવા માટે મુસાફરોમાં દોડધામ મચી છે.