હાર્દિક પટેલનો પ્રહલાદનગર ગાર્ડનમાં કરાયેલ ઉગ્ર વિરોધ

628

પાસના નેતા અને તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ સામે આજે ફરી એકવાર અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડનમાં વિરોધ સામે આવ્યો હતો. હાર્દિક આજે શહેરના પ્રહલાદનગર ગાર્ડન પહોંચ્યો ત્યારે ઉપસ્થિત લોકોએ તેનો વિરોધ કરી ભારત માતા કી જયના જોરદાર નારા લગાવ્યા હતા.  જેને લઇને વાતાવરણ ગરમાયું હતું. જો કે, હાર્દિક તેની સામેના વિરોધને હળવાશથી લઇ રહ્યો છે, ત્યારે બીજીબાજુ,પાટીદાર સમાજમાં હાર્દિક સામે આંતરિક રોષ પ્રવર્તી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૨ માર્ચે કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. આજે શહેરના પ્રહલાદનગર ગાર્ડનમાં હાર્દિક પટેલે પ્રવેશ કરતા જ ગાર્ડનમાં ઉપસ્થિત લોકોએ વિરોધ કરી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા તેનો વિરોધ કરી વાતાવરણ ગજવી મૂકયું હતું. જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. અગાઉ પણ તા.૨૦ માર્ચના રોજ અમદાવાદ, સુરતથી લઈ જામનગરના ધ્રોલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્દિક પટેલ ગદ્દાર લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા તેમજ ઘણા સ્થળોએ પૂતળાદહન પણ કરવામાં આવ્યું હતું. તો, હાર્દિક પટેલ ૨૧ માર્ચના રોજ ધુળેટી નિમિત્તે જામનગરમાં હોલી પાર્ટી પ્લોટ ખાતે કેસુડો ઇવેન્ટમાં પહોંચ્યો હતો. પરંતુ સ્ટેજ પર ચડતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવતા હાર્દિક મુશ્કેલીમાં મુકાયો હતો. હાર્દિકે સ્ટેજ પર ચડીને માઇકમાં બોલવાની શરૂઆત કરી હતી પણ લોકો તેને સાંભળવા તૈયાર નહોતા અને સતત મોદી મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા. આથી હાર્દિક ચૂપ થઈ ગયો અને થોડીવારમાં જ ચાલતી પકડી હતી. આમ, હાર્દિકના વિરોધની એક પછી એક સામે આવી રહેલી ઘટનાઓને લઇ હવે કોંગ્રેસ પણ ચિંતામાં મૂકાયું છે કે કયાંક તેની સીધી અસર લોકસભા ચૂંટણીના પરિણામો પર ખાસ કરીને પાટીદારોની વોટબેંક પર ના પડે, તેથી કોંગી તેના ડેમેજ કંટ્રોલ કરવાવ્યૂહરચનામાં જોતરાઇ છે.

Previous articleવિધાનસભા મતવિસ્તાર મુજબ ઇ.વી.એમ. મશીનોની ફાળવણી કરી રવાના કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી
Next article૧૪ હજારની નોકરી કરતા કર્મચારીએ ૧૦ લાખના હીરા મૂળ માલીકને સોંપ્યા