રાજુલા કિસાન સંઘ દ્વારા મામલતદારને માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ટેકાના ભાવે શરૂ કરેલ મગફળીની ખરીદી એકાએક બંધ કરી દેવાતા હજુ ૬૦ ટકા વેચાણ બાકી હોવાની ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. કિસાન સંઘ વ્હારે આવ્યું છે.
આજે રાજુલા કિસાન સંઘ દ્વારા રાજુલા મામલતદાર એસ.આર. કોરડીયાને પ્રદેશ કિસાન સંઘ અધિકારી ધીરૂભાઈ ધાખડા, જિલ્લા કિસાન સંઘ પ્રમુખ વિનુભાઈ દુધાત, જિલ્લા મહામંત્રી બાબભાઈ વરૂ, કોષાધ્યક્ષ મંગળુભાઈ ધાખડા, રાજુલા તાલુકા કિસાન સંઘ પ્રમુખ વાલાભાઈ ધાખડા તેમજ જાફરાબાદ તાલુકા કિસાન સંઘ પ્રમુખ ભગવાનભાઈ સોલંકી, મહામંત્રી પ્રતાપભાઈ વરૂ તેમજ બહોળી સંખ્યામાં કિસાન સંઘ કાર્યકરોએ આવેદનપત્રમાં સરકાર દ્વારા ગોડાઉનની વ્યવસ્થા, બારદાનોની વ્યવસ્થા યુધ્ધના ધોરણે કરી અને ખેડૂતોની ૬૦ ટકા મગફળી ટેકાના ભાવે શરૂ કરવા દિવસ આઠનું અપાયું અલ્ટીમેટમ અને જો શરૂ નહીં થાય તો માર્કેટ યાર્ડ બંધ કરી દેવા સુધીના કાર્યક્રમો કિસાન સંઘ દ્વારા કરવામાં આવશે તેમજ ખરીદી લીધેલ મગફળીના બીલો (ટેકાના ભાવે) તેનું બીલ દિવસ-૧પમાં મળી જાય તેવો પણ ઉલ્લેખ કરાયેલ.