સુકમામાં કમાન્ડો બટાલિયન સાથેની અથડામણમાં ૪ નક્સલી ઠાર

489

છત્તીસગઢમાં કમાન્ડો બટાલિયનને મોટી સફળતા મળી છે. સુકમા જિલ્લાના જાગરગુંડામાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ૪ નક્સલવાદીઓ માર્યા ગયાં છે. આ અથડામણ સુક્મા જિલ્લામાં બીમાપુરમથી એક કિલોમીટર દૂર થઇ.  કોબરા ૨૦૧ બટાલિયનના સર્ચ ઓપરેશન દરમિયાન માઓવાદીઓ સાથે અથડામણ થઇ. આ દરમિયાન બંને તરફથી જોરદાર ફાયરિંગ થયું જેમાં ૪ નક્સલવાદીઓ માર્યા ગયાં. મૃતક નક્સલવાદીઓના મતૃદેહ કબ્જે કરવામાં આવ્યાં છે. માર્યા ગયેલાં નક્સલવાદીઓ માઓવાદીઓના ગણવેશમાં હતાં. તેમની પાસેથી ૧ ઇન્સાસ રાઇફલ અને ૨ થ્રી નોટ થ્રી રાઇફલ જપ્ત કરવામાં આવી છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

Previous articleમોદીને પીએમ બનાવવા પ્રજા સંકલ્પ પણ લઇ ચુકી : સ્મૃતિ
Next articleશારદા ચીટ કાંડમાં સ્ટેટસ રિપોર્ટમાં ખુલાસા ગંભીર