ભેરાઈ બાદ વિકટર ખાતે ગે.કા. જીંગા ફાર્મનો પર્દાફાશ

957
guj4-1-2017-3.jpg

રાજુલા, જાફરાબાદનો દરીયા કાંઠો ભું માફીયાના કબ્જામાં ઠેર ઠેર ગેરકાયદે જમીનોમાં ચાલતા જીંગા ફાર્મ રેતી ચોરી જેવા માફીયા રાજના કોમ આકાઓ ગઈકાલના ભેરાઈ બાદ વીકટરના ગેરકાયદેસર જીંગાફાર્મનો પર્દાફાશ કરતા આગેવાનો હજી ભેરાઈ ગામે આહિરની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર ચાલતા જીંગા ફાર્મની શાહી પણ સુકાઈ નથી ત્યાં રાજુલાના દરીયાકાંઠાના વીકટર કથીવદરના ખારામાં ભુ માફીયાઓએ ૧૫ ૧૫ ફુટ ઉંચા વૃક્ષો તેમજ કીમતી મેગરૂના ઝાડને જીસીબી મારી ઉખેડી નાખી જ્યાં સાવજોનું રહેણાંક છે તે જગ્યામાં પ્રાઈવેટ તોતીંગ વાહનો દ્વારા મોટા મોટા ગેરકાયદે જીંગા ફાર્મો ઉભા કરી દીધા છે ભ્રષ્ટ તંત્રની મીલીભગતથી આવા ભુ માફીયાના રાજ સ્થપાઈ ગયા છે અને આ મેગુરૂ ઝાડથી દરીયાના ખારા પાણીની આવતી વેળને રોકે છે અને મીઠા પાણીને ખારૂ બનાવતા રોકે છે તેવા મેગરૂના કીમતી ઝાડને ગેરકાયદે કાપી જમીનમાં ક્બજો જમાવી તેના રાક્ષસી વાહનો દ્વારા જમીન ખોદી નાખી જીંગા ફાર્મ બનાવી દીધેલની આવા ભૂ માફીયા સામે જવાબદાર તંત્ર શુ કરે છે જવાબદાર ભુ માફીયાઓને પકડી જેલ હવાલે ક્યારે કરશે કે પછી ત્યાં પણ ભાયલોગ આવી જશે ચૂંટણીની પ્રક્રિયા બાદ જવાબદાર તંત્ર રાજને તાળાબંધી કરાવી પ્રજાને ભય મુક્ત કરવા આ બાબરીયાવાડની જનતાની માંગ ઉઠવા પામી છે. આ અગાઉથી આર.ટી.આઈ જીલ્લા ઉપપ્રમુખ આતાભાઈ વાઘ દ્વારા જીલ્લા કલેકટરથી ગાંધીનગર સુધી રજુઆતો કરી જ દીધી છે લોકલતંત્ર ક્યારે જાગશે તેવો જનતા વેધક સવાલ ઉદભવ્યો છે.

Previous article રાજુલામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ
Next article નલિયામાં લઘુત્તમ તાપમાન ૬.૭ ડિગ્રી