ખોરાક વિષે ખોટા ખતરનાક ખ્યાલો

1103

રોજિંદા ખોરાક અંગે આપણે ત્યાં લોકો જાતજાતની સાચી-ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે. એ ખોટી માન્યતાઓને પરિણામે જે સારો ખોરાક છે એ લોકો ખાતા નથી અને નુકસાનકારક ખોરાક વધુને વધુ પ્રમાણમાં (સારો હોવાની ગેરમાન્યતાથી દોરાઈને) ખાધા કરે છે ! ઘણીવાર તો ડોકટરો કહી કહીને થાકી જાય છતાં લોકો પોતાના મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓ છોડી શક્તા નથી. આવી કેટલીક ખુબ જ પ્રચલિત ખોટી માન્યતાઓ અંગે અહીં ચર્ચા કરી છે.

એલોપેથીમાં ખોારકની પરેજીની જરૂર નથી હોતી ? આ માન્યતા બિલકુલ ખોટી છે. હા! આયુર્વેદ જેવી આકરી પરેજી નથી. પણ રોગો ન થાય અને થયેલા રોગો કાબુમાં રહે એ માટે ખોારકની પરેજી અતિ આવશ્યક છે. તંદુરસ્ત માણસે પણ તંદુરસ્તી જાળવી રાખવા માટે ખાવાપીવામાં સંયમ રાખવો જરૂરી છે. ઘી-તેલ-મીઠું (નમક) વગેરેનો ઉપયોગ ઓછો કરવો અને ફળ શાકભાજી-કઠોળ, દુધ વગેરેનો ઉપયોગ વધારવો લગભગ બધા માટે જરૂરી છે. હૃદયરોગ, હાઈબ્લડ પ્રેશર, ડાયાબિટિસ, અુેસિડિટ, ગાઉટ, પથરી, દાંતનો સડો વગેરે અનેક રોગો માટે દવાની સાથે ખોરાકની પરેજી જરૂરલી હોય છે.

ભાત ખાવાથી શરીર ફુલી જાય ?!!

જેમનું વજન વધારે હોય એ લોકો વજન ઉતારવા માટે સૌથી પહેલાં ભાત ખાવાનાં બંધ કરી દે છે. અને પછી વજનમાં વધારો થાય છે.!! ભાત ખાવાથી વજન વધે છે એ માન્યતા તદ્દન ખોટી છે. એક સરખા પ્રમાણમાં ચોખા, ઘઉં, જુવાર, બાજરો વગેરે કોઈપણ ધાન્ય ખાવાથી લગભગ એક સરખી જ કેલરી મળે છે. ઉલટું, ચોખામાં બીજા બધાં ધાન્ય કરતા તરબીનું પ્રમાણ સૌથી ઓછું છે. વળી, ચોખાને બીજી કોઈપણ જાતની ચરબી (તેલ-ઘી) ઉમેર્યા વગર સહેલાઈથી ખાઈ શકાય છે. ભાત બંધ કરીને રોટીલી, ભાખરી- પરોઠ, થેપલાં  પુરી વગેરે ખાવાનું વધારનાર પરીણામે શરીર ઘટાડવાને બદલે વધારે છે. ભાતમાં રેસાનું પ્રમાણ ખૂબ ઓછું છે અને પોલિશિંગના કારણે ચોખાની ઉપરનું રેસાયુક્ત પડ સંપુર્ણપણે નિકળી જાય છે. ચોખાના આ ઉપલા પડમાં જ સૌથી વધુ રેસા અને અખિજ હોય છે. એટલે નજરને લોભાવતા પોલિશ્ડ ચોખાને બદલે હાથછડના (હાથે છડેલ) ચોખા વાપરવાથી વધુ રેસા મળે. રેસાની હાજરી સુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જરૂરી છે. માટે ભાત ખાવા, પરંતુ હાથે છડેલા ખાવા અને ભાતની સાથે રેસાથી ભરપુર એવા લીલાં શાક, વટાણા, ભાજી, ફોતરાંવાળી દાળ કે કઠોળ વગેરે ભેળવીને (વધાર્યા વગરનો વેજીટેબલ- પુલાવ કે ખીચડી બનાવીને) ખાવા વધુ સલાહભર્યા છે.

સિંગતેલ કરતાં કપાસિયાનું તેલ વધારે સારૂ ?!! સારા તેલો કયા કયા છે ?

કંપનીના પ્રચાર કે અન્ય કોઈ શુભેચ્છકની સલાહથીમ ોટાભાગના હૃદયરોગના દર્દીઓ એવી ખોટી માન્યતા ધરાવતા હોય છે કે સિંગતેલ કરતાં કપાસિયાનું તેલ વધુ નુક્સાનકારક છે. સિંગતેલમાં આશરે ર૧ ટકા સંતુપ્ત ચરબી આવેલી છે. જયારે કપાસિયા તેલમાં ર૬ ટકા સંતૃપ્ત ચરબી છે. સંતૃપ્ત ચરબી જેટલી વધારે હોય એટલા વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ બને જે નુકસાન કરી શકે. આ ઉપરાંત સિંગતેલમાં મોનોસેચ્યરેટેડ ચરબી છે. એનું પ્રમાણ કપાસિયા તેલ કરતાં ઘણું વધારે છે. જે ઈચ્છવા યોગ્ય છે. આમ, ખોટી માન્યતાને કારણે હૃદયરોગના અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દીઓ તેલ બદલીને બકરૂ કાઢતા ઉંટ પેઠું જેવો ઘાટ ઉભો કરી દે છે.  હક્કિતમાં તેલનો કુલ વપરાશ ઓછો કરવો એ સૌથી અગત્યની વાત છે. અને એ પછી તેલના પ્રકારની પસંદગી આવે છે. સૌથી ઓછી સંતૃપ્ત ચરબી ધરાવતા તેલોમાં ઓલીઓઈલ, સોયાબીન તેલ, (ઓસો), સરસવ કે તલનું તેલ (સત), સુર્યમુખી કે રાઈનું તેલ (સૂરા) વગેરે આવે છે જે પૈકી સરસવ કે રાઈનું અને તલનું તેલ વધુ સ્વાસ્થ્યપ્રદ ગણી શકાય. વૈજ્ઞાનિક આધાર વગર કોઈની કહેલી વાત સાંભળીને લોકો પોતાને જ નુકસાન પહોંચાડે છે. એનો આ એક જીવંત દાખલો છે. જો કે નિષણાંતોમાં હજુ પણ મતમતાંરો છે.

ચીકુ ખાવાથી ચરબી વધે ?

ઘણા લોકો ચરબી વધવાની બીકને કારણે ચીકુ જેવા ફળો નથી ખાતાં હક્કિતમાં ઘઉં, બાજરી જેવા અનાજ કરતાં પણ ઓછી ચરબી ચીકુમાં રહેલી છે. વળી સો ગ્રામ ચીકુ કે કેળા ખાવાથી માત્ર ૧૦૦-૧૧૦ કેલરી જ મળે છે. વળી, ચીકુ અને અન્ય ફળોમાં રેસા સારા એવા પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફળોમાં રહેલા ફલેવોનઈડ્‌સ અને અન્ય એન્ટી ઓક્સિડન્ટ તત્વો સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.

ઘી ખાવાથી ગેસ ન થાય?!!

ઘણાં લોકો, ઢોકળાં, ખીચડી, ભાત કે અન્ય કોઈપણ ખોરાક લૂખો ખાવાને બદલે ફરજિયાત ઘી નાખીને જ ખાય છે, એવી આશામાં કે આનાથી ગેસ નહીં થાય. હક્કિતમાં આ માન્યતાને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ઉલટુ વધુ પડતુંથી ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાથી અને વજન વધવાથી, પિત્તાશયની તકલીફ, હૃદયરોગ વગેરે અનેક શક્યતાઓ વધે છે. રોટલી કે રોટલો ઘી વગર ખાઈ જ ન શકાય એવો વહેમ રાખશો નહીં. ગેસ થવાનો હોય તો ઘણી ખાવાવાળાને પણ થાય છે. રોજ કુલ ચાર-પાંચ ચમચીથી વધુ ઘી-તેલ (બંને મળીને) ખાવાથી નુકસાન જ થાય છે.

શું ડોગી બિસ્કિટમાં ચરબી ન આવે ?!!ં

વજન અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો હંમેશાં ઓછી ચરબી અને ઓલી કેલરીવાળો ખોરાક પસંદ કરે છે. બટર (માખણ) કે પડવાળી બિસ્કિટમાં ખૂબ વધુ પ્રમાણમાં વનસ્પતિ ઘી હોય છે. એટલે ઘણા લોકો એને બદલે ટોસ્ટ કે ડોગી બિસ્કિટ ખાવાનું શરૂ કરે છે. સો ગ્રામ બટર કે પડવાળી બિસ્કિટમાં આશરે પચાસ ગ્રામ મેંદો અને પંદરથી પચ્ચીસ ગ્રામ જેટલું વનસ્પતિ ઘી હોય છે. સાદા ઘી-તેલ કરતાં અનેક ગણુ નુકસાન વનસ્પતિ ઘી થી થાય છે. તળેલા પદાર્થ જેટલી જ ચરબી ડોગી બિસ્કિટ કે ટોસ્ટમાં હોય છે. ઉપરાંત મેંદા અને વનસ્પતિ ઘીને કારણે થતું નુક્શાન તો વધારામાં!! (જમણવાર માટે કેટરર ને કહી દો વેજીટેબલના વાપરે)

શું બિસ્કિટમાં ઓછી ખાંડ અને ઓછી ચરબી આવે ?

ઘણી વખત ડાયાબિટીસમાં દર્દીઓ બીજા બધાં ખોરાક ઓછા કરીને માત્ર બિસ્કિટ ખાવાનું ચાલું રાખે છે. મોટાભાગે એમાં ગળપણ ઓછું હોય છે. એટલે શુંગર (ખાંડ) પણ ઓછી હશે એવું માનીને આવો ફેરફાર કરવામાં આવે છે. હક્કિતમાં ડાયાબિટીસના દર્દીએ કોઈપણ પ્રકારના બિસ્કિટ ન ખાવા જોઈએ. બિસ્કિટમાં મેંદો આવે છે. જે રેસાહીન હોવાથી ખાધા પછી તરત લોહીમાં શુગર વધારી દે છે. આ ઉપરાંત મોટાભાગના બિસ્કિટમાં ચરબીનું પ્રમાણ ખુબ વધારે હોય છે. ચરબી વધારે ખાવાથીડાયાબિટીસના દર્દીને રક્તવાહિનીઓમાં વધારાની ચરબી જમા થઈને રક્તવાહિનીને સાંકડી બનાવી દે છે, જેને કારણે હૃદયરોગ જેવી ગંભીર ગંભીર બિમારી થઈશ કે છે. વળી બિસ્કિટમાં વેજીેટેબલ ઘીના સ્વરૂપે ચરબી હોવાથી એ નુકસાનકારક સાબિત થાય છે. આ ઉપરાંત બિસ્કિટ બનાવતી વખતે ખાંડ અને મેંદો સાથે શેકવાથી મેદાના પ્રોટીનની ગુણવત્તા પણ અડધી થઈ જાય છે, અને વિટામીનો નાશ પામે છે. જુદા- જુદા બિસ્કિટમાં રહેલ ચરબી, ખાંડ, પ્રોટીન વગેરેનું પ્રમાણમાં સ્પષ્ટપણે બતાવે છે કે તે બહુ ફરક નથી ધરાવતાં. દર સો ગ્રામ બિસ્કિટે ર૪ ગર્મ ખાંડ અને રર ગ્રામ ચરબી એમાં આવે છે. આટલું વધારે પ્રમાણમાં ડાયાબિટીસના દર્દી માટે નુકસાનકારક જ છે. માટે ડાયાબિટિસ કે હૃદયરોગ થયો હોય તો બધી પ્રકારના બિસ્કિટથી દુર રહેવામાં જ સાર છે.

કેળા ખાવાથી શરદી થાય ?!

બહુ વ્યાપક એવી માન્યતાને કોઈ વૈજ્ઞાનિક સમર્થન નથી. નાના બાળકોને કેળા જેવા સરસ ખોરાકથી વંચિત રાખવાએ તદ્દન ગેરવ્યાજબી છે. શરદી કાં તો વાયરસના ચેપથી થાય અથવા એલર્જીથી થાય. શરદીના વાયરસનો ચેપ કોઈ ખોરાકથી ફેલાતો નથી, માત્ર શરદીના દર્દીના નજીકના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે. એલર્ઝીથી થતી શરદી પણ સામાન્ય રીતે હવામાં ઉડતા રજકણોથી થાય છે. અને કેળાની એલર્જી હોય. બાકી તો વ્હેમ જ હોય છે.

કમળાના દર્દીને શરેડી અને ચણા જ ખવડાવાય ?!!

કમળાના સાદા કેસમાં ઘણા લોકો માત્ર દર્દીને શેરડી કે ચણા જ ખાવા આપે છે. આ સિવાય બીજી બધી વસતુ પર પ્રતિબંધ ફરમાવી દે છે. હક્કિતમાં સાદા કમળાના દર્દીઓએ ખોરાકમાં ઘી-તેલનું પ્રમાણ ઓછું કરવા સિવાય બીજી કોઈ તકેદારીની જરૂર નથી હોતી. રોટલી, દાળ, ભાત, શાક, બચુંબર વગેરે રોજિંદો ખોરાક કમળાના દર્દીને આપવાથી કોઈ નુકસાન નથી.                 ક્રમશઃ

Previous articleઆર્મીની તાલીમ પુર્ણ કરી આવતા દાતરડીના નિલેષ શિયાળનું સન્માન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે