જન સુવિધા કેન્દ્ર તુરખા દ્વારા તાજેતરમાં ગ્રામજનોને નાણા રોકાણ જાગૃતતા અને ડીજીટલ વ્યવહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમ માં પ્રતિનિધિ તરીકે ભા.ડી.કો. બેંક નાં મુકેશભાઈ સવાણી તથા અનિરુધસિહ ધાધલ અને તુરખા સહકારી મંડળીનાં સહ મંત્રી અસ્વીનભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ માહિતી આપવામાં આવી હતી
આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર નાં જિલા પ્રબંધક અશોકભાઈ ઉભાડીયા, વિપુલભાઈ દેશાણી તથા જિલ્લા કો. વિજયભાઈ બોરીચા વિશેષ હાજરી આપી સી.એસ.સી દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓ જેવી કે આયુંશ્માન ભારત, શ્રમયોગી માનધન પેન્શન યોજના, બેન્કિંગ સેવાઓ,આરોગ્ય ની સેવાઓ વિગેરે ની વિસ્તૃત માહિતી આપી ગ્રામજનોને વધુમાં વધુ લાભ લેવા માટે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ,
આ કાર્યક્રમ માં ડીજીટલ વિલેજ ( જન સુવિધા કેન્દ્ર ) નાં સંચાલક ચેતનભાઈ પટેલ અને સંજયભાઈ પટેલ દ્વારા આ સપૂર્ણ કાર્યકમ નું આયોજન કરી ગામલોકોને ખુબ સારી સેવાઓ મળે એવા પ્રયાન્તો કરવામાં આવ્યા અને બસો (૨૦૦) કરતા વધારે લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી ડીજીટલ વિલેજ અંતર્ગત સી.એસ.સી દ્વારા ૮ જેટલી સોલાર સંચાલિત સ્ટ્રીટ લાઈટ ગામની જાહેર જગ્યામાં ફિટ કરવામાં આવી છે તથા આવનાર સમયમાં ગામના વિદ્યાર્થીઓને ફ્રી માં કમ્પ્યુટરનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે. તથા ગામજનોને ટેલીમેડીસીન, ઈકન્સલ્ટીંગ, પશુ ઈ-ચિકિત્સા જેવી આરોગ્યને લગતી સેવાઓ પણ જન સુવિધા કેન્દ્ર તુરખા માં આપવામાં આવશે.