કાઠી સમાજના યુવા અને સક્રિયા રવુભાઈ ખુમાણ કે જેઓ હાલ અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે છે, અને ગુજરાત ભાજપમાં તેમજ કાઠી સમાજમાં સારી એવી લોકચાહના ધરાવે છે. હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કાઢી સમાજનું મહાસંમેલન બોલાવેલ છે, એ બદલ સમાજમાં યુવાનોએ શુભેચ્છા પાઠવેલ. કાઠી સમાજને હંમેશા એકતા અને સંગઠીત કરવા ખુબ જ કાર્ય કરી રહ્યા છો, પરંતુ હાલ કાઠી સમાજનો કોઈ પ્રતિનિધિ ગાંધીનગર સુધી સમાજના પ્રશ્નો તથા સરપંચોના પ્રશ્નો સરકારમાં પહોંચાડી શકે એવું પ્રતિનીધિત્વ કોઈ પાસે નથી.
હાલ રવુભાઈ ખુમાણ ભાજપના મહામંત્રી છે, તેઓ કાઠી સમાજના યુવાનો સતત કાર્ય્ કરી રહ્યા છે. ત્યારે રવુભાઈ ખુમાણને બોર્ડ, નિગમમાં ચેરમેનપદ મળે એવી પ્રતાપભાઈ વરૂ તથા સમાજના આગેવાન મળીને સરકારમાં રજુઆતો કરો એવી યુવાનો તથા સરપંચોની માંગણી છે. હાલ રવુભાઈ ખુમાણ કાઠી સમાજના સરપંચોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં રજુઆત કરે છે, જો તેઓને બોર્ડ કે નિગમમાં ચેરમેનપદ મળે તો તેઓ સમાજને ખુબ જ ઉપયોગી થાય તેમ હોઈ આ રજૂઆત સરકારમાં કરવા માંગણી કરાયેલ.