રાજુલાના ધાતરવડી ડેમ(૧)ના સિંચાઈ વિભાગની બેદરકારીથી ર૦ ગામના ખેડુતોની પાક સાથે આવેલ મોલાત સુકાઈ રહી છે. પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનથી રોડ ચક્કાજામની રજુઆતોના ચિમકી દીપડીયા, ધારેશ્વર સહિત ખેડુતો ઉગ્ર આંદોલન કરવા ચક્રો ગતિમાન થયા છે.
રાજુલાના ધાતરવડી ડેમ (૧)થી પસાર થતી કેનાળમાં ડેમમાં પાણી હોવા છતા બંધ કરી દીધેલ પાણીના કારણે ર૦ ગામના ખેડુતોની પાક ઉપર આવેલ તમામ મોલાત સુકાઈ રહી છે. જો પાણી કેનાલ દ્વારા નહીં છોડવામાં આવે તો તમામ ખેડુતો માટે ડબલ દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુકયું છે. અને તેનું કારણ એક જ છે જે બનાવેલ કેનાલમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે કેનાલનું બાંધકામ હલકી ગુણવત્તા વાળા મટીરીયલ સિમેન્ટ સહિતમાં ગોલમાલ કરી સિંચાઈ વિભાગ દ્વારા રૂપિયા ચાઉ થઈ ગયા છે અને ર૦ ગામોમાં ડેમમાંથી આવતું પાણી ખેતરમાં આવવાને બદલે તુટી ફાટી ગયેલ કેનાલમાં પડેલ ગાબડાથી પાણી રોકાઈ જાય છે. ખેડુતો બિચારા રાહ જુએ છે કે હમણા પાણી આવશે પણ ઝાંઝવાના નીર સાબીત થયા છે. ત્યારે ર૦ ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગ અમરેલીથી ગાંધીનગર સુધી ધારદાર રજૂઆત કરેલ છે અને સાથે દિવસ ૪માં ખેડુતોના સુકાઈ રહેલ મહામુલા પાકને જો સિંચાઈ વિભાગ દ્વારા પાણી નહીં મળ્યું તો ગાંધી ચીંધ્યા માર્ગ્થી લઈ રોડ ચક્કાજામ કરી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચિમકી આપવામાં આવી છે.