સિહોર તાલુકાના મેઘવદર ગામના વતની અને હાલ સિહોર સ્વસ્તીક સોસાયટીમાં રહેતા રામજીભાઈ પુનાભાઈ મકવાણા (ઉ.વ.૪પ) જાતે કોળી જેઓ છેલ્લા પ૬ દિવસથી ગુમ હતાં. જેની લાશ આજરોજ સિહોર પાંજરાપોળ પાસે તેમના ઘર નજીક એક ટાકામાંથી મળતા સીહોર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે બનાવ સ્થળે પોલીસ પહોંચી પ્રાથમિક વિગતો મેળવી હતી.
પોલીસ દ્વારા જણાવાયું હતું કે ૧-ર-૧૯ના રોજ વિગતો મળી હતી કે રામજીભાઈ ગુમ છે. જેની તપાસ તથા શોધખોળ શરૂ હતી ત્યારે પરિવાર દ્વારા જણાવેલ કે તેઓ ગત તા. ર૭-૧-૧૯થી ગુમ હતા અમો પણ જવા પણ સમાચાર મળે તેઓને ગોતી રહ્યા હતાં. છેલ્લે ગત તા. ર૭-૧-૧૯ના રોજ સવારના ૧૧ કલાકે મુકેતશ્વર મહાદેવના મંદિરે ગયા હતા બાદ લાપતા હતા જેની લાશ આજરોજ મળતા સિહોર પોલીસે તથા પાલિકા સ્ટાફ મદદથી આ ટાકમાંથી લાશ (કોહવાઈ ગયેલી) બહાર કાઢી પી.એમ. માટે મોકલી આપી હતી. ત્યારે વધુ કોઈ શંકાસ્પદ લાગતા આ લાશ એફએસએલમાંભ ાવનગર મોકલી આપી છે. વધુ તપાસ એસએસઆઈ જે.બી. ત્રિવેદી ચલાવી રહ્યા છે. આ અંગેની ફરિયાદ તેમનાભાઈ રાજુભાઈ પુનાભાઈ મકવાણાએ નોંધાવી છે.