જે.એમ.ચૌધરી કન્યા વિધાલય ખાતે જિલ્લા કક્ષાની નેશનલ ઇલેકશન કવીઝ સ્પર્ધા- ૨૦૧૭ યોજાઇ

820
gandhi5-1-2018-1.jpg

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર જિલ્લા કક્ષાની નેશનલ ઇલેકશન કવીઝ સ્પર્ધા- ૨૦૧૭નું આયોજન જે.એમ.ચૌધરી કન્યા વિધાલય, સેકટર-૭ ખાતે કરવામાં આવ્યું હતું.
નેશનલ ઇલેકશન કવીઝ સ્પર્ધાને ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સતીશ પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ કવીઝ સ્પર્ધામાં ૩૦૦ શાળાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં દેહગામ તાલુકાના કનીપૂર ગામની કે.આર. વકીલ વિધાલયની વિધાર્થીની જયોત્સના બુધાજી વાધેલા પ્રથમ ક્રમે, ગાંધીનગરના સેકટર- ૨૬માં આવેલી જય પ્રકાશ વિધાલયના વિશાળ ઝવેરભાઇ રબારી દ્રિતીય ક્રમે અને જે.એમ.ચૌધરી વિધાલયની ક્રિશા મહેન્દ્રભાઇ ચૌધરી તૃતીય ક્રમે વિજેતા રહ્યાં હતાં. 

Previous articleગાંધીનગરમાં દેશની પ્રથમ ફૂડ રીસર્ચ લેબોરેટરીનો સી.એમ.ના હસ્તે પ્રારંભ
Next article કોંગ્રેસની જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ