હોલિવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રી અને વિશ્વની સૌથી મોટી સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવતી ખુબસુરત એન્જેલિના જોલીએ પ્રથમ વખત કબુલાત કરી છે કે અભિનેતા બ્રાડ પીટ સાથે સંબંધો તુટી ગયા બાદ તે બિલકુલ ખુશ નથી. તેનુ કહેવુ છે કે તે હાલમાં સિંગલ છે અને પરેશાન રહે છે. રિપોર્ટની વાત માનવામાં આવે તો એન્જેલિના જોલીએ હાલમાં જ એક અગ્રણી અગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં આ મુજબની વાત કરી હતી. જોલીએ કહ્યુ હતુ કે આ ખુબ મુશ્કેલ બાબત છે. તેને કબુલાત કરતા કહ્યુ છે કે તે એકલાપણાથી ખુશ નથી. તે બ્રાડ પીટ સાથ ક્યારેય છુટાછેડા લેવા માટે તૈયાર નથી. આમા ંકઇ પણ વાસ્તવિકતા નથી. આ ખુબ મુશ્કેલ ગાળો છે.
સમાચાર પત્ર સિડની મોર્નિંગ હેરાલ્ડની સાથે એક ઇન્ટરવ્યુમાં જોલીએ કહ્યુ છે કે તે છેલ્લા કેટલાક સમયનો ગાળો પોતાના બાળકોની કાળજીમાં ગાળ્યો છે. અત્રે નોંધનીય છે કે જોલીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તલાક માટે અરજી દાખલ કરી હતી. બ્રાડ પીટ અને જોલીએ વર્ષ ૨૦૦૪થી સાથે રહેતા હતા. તેમના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. તેમના છ બાળકો છે. જેમાં દત્તક લીધેલા બાળકો સામેલ છે.
જોલી અને બ્રાડ પીટની જોડીને હોલિવુડમાં સૌથી લોકપ્રિય જોડી તરીકે ગણવામાં આવતી હતી. માત્ર બોલિવુડમા ંજ નહી બલ્કે બલ્કે હોલિવુડ અને સમગ્ર ચાહકોમાં આ જોડી ખુબ આદર્શ બની ગઇ હતી. એન્જેલિના જોડી હોલિવુડમાં હવે ખુબ ઓછી ફિલ્મ હાલમાં કરી રહી છે. તે સામાજિક કાર્યો સાથે હવે સંયુક્ત રાષ્ટ્ સાથે જોડાઇ ગઇ છે. જો કે ફિલ્મના નિર્માણનાક્ષેત્રમાં તે આગેકુચ કરી ગઇ છે. તે હવે ફિલ્મોમાં કામ ઓછુ અને ફિલ્મ નિર્માણ વધારે કરવા માટે ઇચ્છુક છ