ગાંધીનગર જિલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક સેકટર – ૧૭ ખાતે ચ-પ સર્કલ નજીક સ્ટાફ ટ્રેનીંગ કોલેજ ખાતે યોજવામાં આવી હતી. કોંગ્રેસના જિલ્લાના તથા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
પ્રમુખ સૂર્યસિંહ ડાભી, ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા, સુરેશભાઈ પટેલ, બળદેવજી ઠાકોર તથા કામીનીબા રાઠોડ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આગામી ચૂંટણીઓ જેવી કે તાલુકા પંચાયતની ચૂંટણી એકાદ મહિના પછી છે તે અંગે પણ રણનીતિ ઘડી વધુમાં વધુ બેઠકો લાવવા માટેનું માર્ગદર્શન ઉપસ્થિત હોદેદારો તરફથી આાપવામાં આવ્યું હતું.