ચેન્નઇ સુપરકિંગ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી અનુભવી ખેલાડીઓ ધરાવતી ટીમ છે. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આ વાતને સારી રીતે જાણે છે કે તેમની ટીમના ખેલાડીઓ સારી ફીલ્ડિંગ કરી શકવા માટે સક્ષમ નથી, પરંતુ બોલિંગ અને બેટિંગ દ્વારા એ ખામીને ભરપાઈ કરી શકે છે. તેથી ફીલ્ડિંગમાં રહેતી ઉણપ સરભર થઇ જાય છે. ચેન્નઇની ટીમે મંગળવાર રાત્રે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટથી હરાવ્યું હતું.
જીત મેળવ્યા બાદ ટીમે જણાવ્યું કે, અમે અન્ય ક્ષેત્રોમાં મજબૂત છીએ. અમે અત્યાર સુધી સારી રીતે ફીલ્ડિંગ કરી શક્યા નથી. પરંતુ અમે મજબૂત ટીમ બનવા માટે જે સમયે અમે અમારા અનુભવનો ઉપયોગ કરીશું, તે સમયે બોલિંગ અને બેટિંગ દ્વારા અમે ફીલ્ડિંગની ઉણપને પૂરી કરી દઇશું.
ધોનીએ જણાવ્યું કે, હું ૧૧ ખેલાડીઓ પર ફીલ્ડિંગનું વધુ પડતુ દબાણ આપી ન શકુ, તેનાથી તેઓને ઇજા થાય. અમે ફીલ્ડિંગ પર વધારે કામ નથી કર્યું, તેથી અન્ય ક્ષેત્રો પર વધુ ધ્યાન આપીએ છીએ. જો કે આ મેચમાં જીત સારી રહી. ધોનીએ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ ૧૫૦ રનથી વધુ રન ન બનાવી શક્યા તે માટે ટીમની બોલિંગની પ્રશંસા કરી.