ફક્ત ખેલાડી તરીકે નહીં, પણ રિષભ પંત છેલ્લાં એક વર્ષમાં વ્યક્તિ તરીકે પણ ઘણો પાકટ બન્યો છે અને વર્તમાન આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે તેણે રમેલો દાવ આગામી વર્ષોમાં તેના તરફથી આવું વધુ બૅટિંગ પ્રદર્શન જોવા મળવાનો પુરાવો આપે છે, એમ દિલ્હી કેપિટલ્સની ટીમના કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું. ગયા વર્ષે દિલ્હીનો શ્રેષ્ઠ રનકર્તા બનેલ પંતે રવિવારે રાતે આયોજક મુંબઈ સામે ૨૭ બોલમાં ૭૮ રન વીંઝી કાઢી તેની ટીમને ૩૭ રનથી વિજય મેળવી આપ્યો હતો.”મેં રિષભ (પંત)ને રમતમાં અને વ્યક્તિ તરીકે પરીપકવ બનતો જોયો છે અને તે ભવિષ્યમાં દિલ્હીની ટીમને ચોક્કસ ઘણી મેચ જીતાડી આપશે, એમ પોન્ટિંગે કહ્યું હતું.
પોન્ટિંગે વધુમાં કહ્યું હતું કે ડાબોડી બેટધર પંત પાસે ‘ફિનિશર’ તરીકે મેચો જીતાડી આપવાની આવડત છે.