સ્વિંગ બૉલિંગ પર કાબૂ અને કાર્યકુશળતાથી પ્રભાવિત બનેલ ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો તે યુવાન ઝડપી ગોલંદાજ રસિખ સાલમ આગામી બે-ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકે પ્રકાશમાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સ વતી પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે અડધી સદી ફટકારેલ યુવરાજે કહ્યું હતું કે સાલમ તેની પહેલી આઈ. પી. એલ. મેચમાં કોઈ માનસિક તણાવ વિના રમ્યો હતો અને આવતા બે-ત્રણ વર્ષમાં તે એક બહુ સારા ખેલાડી તરીકે નામના મેળવશે.
મુંબઈની ટીમના બૉલિંગ કોચ શેન બોન્ડ અને ક્રિકેટ ડિરેક્ટર ઝહીર ખાને પણ તેના વખાણ કર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા પણ તેનાથી પ્રભાવિત બન્યો હતો.
સાલમ આઈ. પી. એલ.માં ભાગ લેનાર જમ્મુ અને કાશ્મીરનો બીજો ક્રિકેટર છે.